આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ :દિલ્હી પોલીસે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ શીખવ્યું, શ્રદ્ધાનંદ રોડ પર બનાવાય પિંક પોલીસ ચોકી
- આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
- દિલ્હી પોલીસે યુવતીઓને સ્વરક્ષણ શીખવ્યું
- શ્રદ્ધાનંદ રોડ પર બનાવાય પિંક પોલીસ ચોકી
દિલ્હી:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હી પોલીસ દ્વારા તાલકટોરા સ્ટેડિયમમાં શાળાની વિદ્યાર્થીનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દિલ્હીની લગભગ 40 શાળાઓની 7500 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી તેઓને સ્વરક્ષણની તાલીમ ફરજિયાત લેવા જણાવ્યું હતું તેમજ મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે દિલ્હી પોલીસ દ્વારા લેવાયેલા પગલાઓ વિશે પણ તેમને માહિતગાર કર્યા હતા.આ અવસર પર દિલ્હી પોલીસે તેની સ્વ-રક્ષણ તાલીમની કેટલીક ઝલક બતાવી અને દિલ્હી પોલીસની મહિલા કર્મચારીઓએ પણ છોકરીઓને માર્શલ આર્ટ અને જુડો એક્શનથી ઉત્સાહિત કરવાનું કામ કર્યું.
આ પ્રસંગે તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમણે દિલ્હીની મહિલાઓ માટે બળાત્કાર, POCSO એક્ટ, મહિલાઓની છેડતી, બાળકોના અપહરણકારોને પકડવા, ઘરેથી ગુમ થયેલા બાળકોને લાવવા જેવી ઘણી રીતે કામ કર્યું.નહેરુ સ્ટેડિયમમાં હાજર 7500 વિદ્યાર્થીનીઓએ પણ લાડલી રનમાં ભાગ લીધો હતો અને આ વિદ્યાર્થીનીઓએ નેહરુ સ્ટેડિયમની આસપાસમાં રાઉન્ડ લીધો હતો.
દિલ્હી પોલીસ કમિશનરે આ પ્રસંગે કહ્યું કે,દિલ્હી પોલીસનો દરેક જવાન દિલ્હીની અડધી વસ્તીની સુરક્ષા માટે ફરજ બજાવે છે.દિલ્હી પોલીસ માત્ર મહિલા સશક્તિકરણના કાર્યક્રમોને આગળ વધારી રહી નથી, પરંતુ મહિલાઓની સુરક્ષા માટે અલગ-અલગ રીતે અનેક જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે.
સેન્ટ્રલ દિલ્હી પોલીસ આજે મહિલા દિવસના અવસર પર શ્રદ્ધાનંદ માર્ગ પર પિંક પોલીસ ચોકી બનાવવા જઈ રહી છે.અહીં પિંક ચોકી સ્થાપવાનો પોલીસનો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર યોગ્ય વ્યાવસાયિક કૌશલ્યો શીખવવાનો છે.વાસ્તવમાં આ વિસ્તારમાં ઘણી યોનકર્મી રહે છે.પોલીસનો ઉદ્દેશ્ય આ મહિલાઓને રોજગાર લાયક બનાવવા માટે તેમને વ્યાવસાયિક કૌશલ્ય પ્રદાન કરવાનો છે.અહીં કોમ્પ્યુટર લેબની પણ સ્થાપના કરવામાં આવી છે.