Site icon Revoi.in

‘આંતરરાષ્ટ્રીય મહિલા વૈજ્ઞાનિક દિવસ’ – વૈજ્ઞાનિક ક્ષેત્રે દેશમાં 16.6 ટકા મહિલાઓ – આ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહિત કરવા આ દિવસ ઉજવાય છે

Social Share

દિલ્હીઃ-સંયૂક્ત રાષ્ટ્ર દરવર્ષે 11 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા વૈજ્ઞાનિક દિવસની ઉજવણી કરે છે, તેમનો આ ઉજવણી માટેનો ખાસ હેતુ મહિલાઓ અને કન્યાઓને વૈજ્ઞાન, ટેક્નિક, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્ર સાથે વધુમાં વધુ જોડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ત્યારે આ વર્ષ દરમિયાન આ દિવસની ખાસ થીમ કોરોરોના સામેની લડાઈમાં અગ્રણી મહિલા વૈજ્ઞાનિકો પર રાખવામાં આવી છે.

વૈજ્ઞાનિક મંત્રાલય પ્રમાણે આપણા દેશમાં સીધી વર્ષ 2019 -20 દરમિયાન રીતે માત્રને માત્ર 16.6 ટકા જ મહિલાઓ વૈજ્ઞાનિક ક્ષેત્ર આર એન્ડ ડી સાથે જોડાયેલી છે,આ સંખ્યાની જો વાત કરીએ તો તે પુરુષોની સંખ્યાની સરખામણીમાં ખૂબ જ ઓછી છે,

આઈઆઈટી દિલ્હીના સહયોગથી વૂમન આન્ત્રોપીન્યોરશિપ એન્ડ ઈમ્પાવરમેન્ટ 170 સ્ટાર્ટએપ માટે મહિલાઓને પ્રશકિશણ પણ આપવામાં આવ્યું છે, ટેકનિક ક્ષત્રમાં સમગ્ર દેશમાં આ રીતેનો પ્રર્થમ પ્રયત્ન કરાયો છે.

યુનાઇટેડ નેશન્સના જણાવ્યા પ્રમાણે એસટીઈએમમાં 43 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ મામલામાં ભારત 17 દેશોની યાદીમાં પ્રથમ ક્રમે છે. આ યાદીમાં રશિયા બીજા નંબર પર છે જ્યારે અમેરિકા 34 ટકા સાથે નવમાં ક્રમે છે. ભારતમાં કાર્યરત 2.80 લાખ વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનોલોજીસ્ટ્સમાંથી માત્ર 14% મહિલાઓ છે.

યુનેસ્કોના આંકડાઓ પ્રમાણે વિશ્વભરમાં ફક્ત 33 ટકા મહિલા સંશોધનકારો છે. આ સ્થિતિ ત્યારે જોવા મળે છે જ્યારે સ્ટેમ હેઠળ બેચલર્સ અને માસ્ટર્સમાં નોંધણી 45 અને 55 ટકા છે. 44 ટકા વિદ્યાર્થીઓ પીએચડી પ્રોગ્રામમાં નોંધણી કરે છે.

આ સાથે જ મહિલાઓ આરોગ્ય અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં 70 ટકા છે, પરંતુ તેમને પુરુષો કરતાં 11 ટકા ઓછું વેતન મળ્યો હતો.અત્યાર સુધી માત્ર 25 ટકા મહિલાઓને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન અને ઇકોનોમિક્સ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો છે. મોટી સંખ્યામાં પુરુષોમો સમાવેશ થાય છે.

સાહિન-