- ભારત બાયોટેકની કોરોના વેક્સિનને WHO આપી શકે છે મંજૂરી
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને અત્યાર સુધી ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળી નથી
- ભારત બાયોટેકે જુલાઇ મહિનામાં તમામ આવશ્યક દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા
નવી દિલ્હી: ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિનને આ સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી મંજૂરી મળી શકે છે. સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને અત્યાર સુધી ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળી નથી.
કોવેક્સિને મંજૂરી મળે એ માટે ભારત બાયોટેકે સંગઠનની પાસે જુલાઇ મહિનામાં તમામ આવશ્યક દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. હવે સૂત્રો અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ સપ્તાહે કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.
કોવેક્સિનના ઇમરજન્સી યૂઝ માટે તકનીકી નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી હતી. ડબ્લ્યૂએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ક્ષેત્રીય ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે જુલાઈમાં જણાવ્યું હતું કે તકનીકી નિષ્ણાંત સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે.
અત્યારસુધી ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના, જોનસન એન્ડ જોનસન, સિનોવૈક અને સિનોફાર્માને WHO દ્વારા ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ આપવામાં આવ્યું છે. કોવેક્સિન માટે ભારત બાયોટેક દ્વારા WHO પાસે ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગની માંગ કરવામાં આવી છે. કંપનીએ સાથે એક પૂર્વ-સબમિશન બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ જુલાઇના પ્રારંભમાં ભારત બાયોટેક દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ડોઝિયર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.