Site icon Revoi.in

કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે જ્યાં એક તરફ સમગ્ર વિશ્વ હચમચી ચૂક્યું છે. અનેક દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવા પામ્યું છે અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે. મહામારીના આ સમયગાળા દરમિયાન લાખો બાળકો પણ અનાથ બન્યા છે. કોરોના મહામારીને કારણે અત્યારસુધીમાં વિશ્વના 15 લાખ બાળકોએ તેમના માતાપિતા અથવા તેમાંથી એક ગુમાવ્યા છે.

મીડિયા રિપોર્ટ પર નજર કરીએ તો, 15 લાખ અનાથ બાળકોમાંથી 1.90 લાખ બાળકો ભારતના છે. જેમણે કોરોના મહામારી દરમિયાન તેમના માતા-પિતા, કસ્ટોડિયલ દાદ-દાદી અથા નાના નાનીને ગુમાવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રોગચાળાની શરૂઆત પછીના 14 મહિનામાં, 10 લાખથી વધુ બાળકોએ તેમના માતાપિતાને અથવા માતા પિતા બંનેમાંથી કોઈ એક ગુમાવ્યા છે, જ્યારે બાકીના 50 હજાર લોકોએ આ રોગચાળાને લીધે તેમના જીવંત દાદા-દાદીને ગુમાવ્યા છે.

માર્ચ 2021 થી એપ્રિલ 2021ની વચ્ચે ભારતમાં અનાથાલયોમાં બાળકોની સંખ્યામાં 8.5 ગણો વધારો થયો છે. આ સમયગાળામાં અનાથ બાળકોની સંખ્યા 5,091 થી વધીને 43,139 થઇ ગઇ છે. બાળકોએ તેમના માતાપિતા અથવા સંભાળ રાખનારને ગુમાવ્યા છે. તેમના આરોગ્ય અને સલામતી પર ટૂંકા અને લાંબા ગાળાની પ્રતિકૂળ અસર થવાનું જોખમ છે. તેઓ માંદગી, શારીરિક શોષણ, જાતીય હિંસા અને કિશોર વયના અન્ય કુટેવનો ભોગ બની શકે છે.

30, એપ્રિલ, 2021 સુધીમાં કોરોનામાં વિશ્વભરમાં 30 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જેના કારણે 15 લાખ બાળકો અનાથ બની ગયા છે તેવું યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની કોવિડ 19 રિસ્પોન્સ ટીમના સભ્યોએ જણાવ્યું હતું.