Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: પીએમ મોદીએ રાંચીમાં 13 યોગાસન કર્યા, કહ્યુ- યોગ સરહદથી પર અને સૌનો છે

Social Share

રાંચી: પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને શુભકામના આપી છે. અહીં પ્રભાત તારા મેદાનમાં તેમણે ક્હયુ છે કે યોગ અનુશાસન છે, સમર્પણ છે અને તેનું પાલન સંપૂર્ણ જીવન દરમિયાન કરવાનું હોય છે. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી પર છે. યોગ સૌનો છે અને સૌ યોગના છે. મોદીએ 28 હજાર લોકો સાથે યોગ કર્યા હતા. 45 મિનિટમાં તેમણે 13 યોગાસનો કર્યા હતા.

વડાપ્રધાન મોદી ગુરુવારે રાત્રે જ રાંચી પહોંચી ગયા હતા. મોદીની સાથે યોગ કરવા માટે 40 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંખ્યા વધારા હેવોને કારણે બાર હજાર લોકો માટે નજીક આવેલા અન્ય મેદાનમાં યોગ કરવાની વ્યવસ્થા કરાવવામાં આવી. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.

પીએમ મોદીએ કહ્યુ છે કે ડ્રોઈંગ રૂમથી બોર્ડ રૂમ સુધી શહેરોમાં પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી આજે યોગ છે. ગલી-મહોલ્લાથી વેલનેસ સેન્ટર્સ સુધી આજે ચારે તરફ યોગનો અનુભવ કરી શકાય છે.

તેમણે કહ્યુ છે કે આજના બદલાતા સમયમાં બીમારીથી બચાવની સાથે વેલનેસ પર આપણું ફોક્સ હોવું જરૂરી છે. આ શક્તિ આપણને યોગથી મળે છે. આ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે થતો નથી, જ્યારે આપણે અડધો કલાક જમીન અથવા મેટ પર હોઈએ છીએ.

પીએમ મોદીએ કહ્યુ છે કે હવે મને આધુનિક યોગની યાત્રા શહેરોથી ગામડાં તરફ લઈ જવાની છે. ગરીબ અને આધિવાસી ઘરો સધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનું પણ અભિન્ન અંગ બનાવવો છે, કારણ કે આ ગરીબ જ છે જે બીમારીના કારણે સૌથી વધુ કષ્ટ અનુભવે છે.

28 સ્કૂલોના 2600 બાળકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પ્રભાત તારા મેદાનમાં દરેક પ્રતિસ્પર્ધીને યોગ માટે 24 વર્ગ ફૂટનું સ્થાન મળ્યું. 12 હજાર લોકોએ નજીકના જેએસસીએ સ્ટેડિયમ અને સેન્ટ થોમસ સ્કૂલમાં યોગ કર્યો હતો.

કાર્યક્રમ સ્થાન પર સ્થાન-સ્થાન પર સ્કીન લગાવવામાં આવ્યા હતા. મંચ પણ આ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યો હતો કે મોટાભાગના પ્રતિસ્પર્ધીઓ વડાપ્રધાનને જોઈ શકે.

સુરક્ષાની દ્રષ્ટિએ મેદાનમાં 100થી વધારે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ ચાર હજાર જવાનોને તેનાત કરવામાં આવ્યા હતા.

આ પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય સમારંભ 2015માં નવી દિલ્હીમાં, 2016માં ચંદીગઢમાં, 2017માં લખનૌ અને 2018માં દહેરાદૂન ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. પીએમ મોદી આ કાર્યક્રમોમાં સામેલ થયા હતા.