- મણીપુરના ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવાયો
- 10 જૂન સુધી ઈન્ટરનેટ રેહેશે બેન
ઈમ્ફાલઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજ કુકેઈ અનેમતૈઈ સમુદાયના લોકો દ્રારા આંદોલન શરુ કરાયું હતું સમય જતા આ આંદોલન ભયંકર બન્યું 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હિંસા ઉગ્ર બનતા પોલીસ અને સેના એક્શનમાં આવી આ સાથે જ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો જો કે હવે આ પ્રતિબંધ વધુ સમય માટે લંબાવાયો છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી શાહની મુલાકાત બાદ રાજ્યમાં થોડી શાંતિ છવા હતી જો કે વિતેલા દિવસને સોમવારે ફરી બે સમુદાય આમનેસામને આવીને ગોળી બાર શરુકર્યો જેમાં ત્રણ લોકોના મોત થયા તો 4 લોકો ઘધાયલ થયા હતા ત્યાર બાદ ફરી ઈન્ટરનેટ પ્રતિબંધ 10 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.
મણીપુર સરકારે હિંસાગ્રસ્ત રાજ્યમાં શાંતિ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ અને ડેટા સેવાઓ પરના પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે.
મણિપુર સરકાર દ્વારા જારી કરાયેલા નવા આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓનું સસ્પેન્શન વધુ પાંચ દિવસ માટે એટલે કે 10 જૂનના રોજ બપોરે 3 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. મણિપુરમાં હિન્દુ મીતેઈ અને આદિવાસી કુકી 3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર દ્વારા એક રેલી બાદ હિંસા ફાટી નીકળી હતી.
છેલ્લા એક મહિનાથી સમગ્ર રાજ્યમાં હિંસાનો માહોલ છે અને કેન્દ્ર સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા. રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સેના અને આસામ રાઈફલ્સના લગભગ 10 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.ત્યારે હવે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પણ લંબાવી દેવાયો છે.જેથી કરીને અફવાઓ અને ખોટા સમાચારો ફેલાતા અટકાવી શકાય.