ઈમ્ફાલઃ મણીપુર રાજ્યમાં બે સમુદાયો વચ્ચે શરુ થયેલી હિંસા ખૂબ જ ભયાનક સાબિત થી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા મે મહિનાની શરુઆતથી શરુ થયેલી હિંસાનો દોર હાલ પણ ક્યાક ક્યાક જોવા મળી રહ્યો છે ત્યારે મણીપુરમાં આવી સ્થિતિ વચ્ચે ઈન્ટરનેટ સેવા પ્રતિબંઘિત બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુર સરકારે ગુરુવારે નિયંત્રણો સામેના વિરોધ વચ્ચે 31 ઓક્ટોબર સુધી મોબાઇલ ઇન્ટરનેટ પ્રતિબંધને પાંચ દિવસ માટે લંબાવ્યો હતો. હોમ કમિશનર ટી રણજિત સિંહ દ્વારા એક સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે ડીજીપીએ “અહેવાલ આપ્યો છે કે સુરક્ષા દળો સાથે જનતાનો મુકાબલો, ચૂંટાયેલા સભ્યોના નિવાસસ્થાનો અને પોલીસ સ્ટેશનો સામે નાગરિક વિરોધ જેવા હિંસાના અહેવાલો હજુ પણ છે”.
મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. સરકારી નોટિફિકેશન મુજબ, કેટલાક અસામાજિક તત્વો ઇન્ટરનેટ મીડિયાનો મોટા પાયે ઉપયોગ કરીને જાહેર ભાવનાઓને ઉશ્કેરતી તસવીરો અને નફરતના વીડિયો ફેલાવવા માટે ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરી શકે છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે, તેના કારણે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.