- હરિયાણાન કેટલાક જીલ્લાઓમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ
- સેવા બંધ કરવાના આદેશ સામે કોર્ટમાં અરજી કરાઈ
દિલ્હીઃ- સમગ્ર દિલ્હી સહિતના વિસ્તારોમાં ખેડૂત આંદાલન ઉગ્ર બન્યું છે, અનેક ભીડભાળ વાળી જગ્યાઓ એ સરકાર એ ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે,ત્યારે હરિયાણા સરકારે ઇન્ટરનેટ સેવાઓ એસએમએસ સેવાઓ અને તમામ ડોંગલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
હરિયાણાના સાત જિલ્લો કૈથલ, પાણીપત, જીંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપત અને ઝજ્જરમાં મોબાઈલ નેટવર્ક પર ઓફર કરેલી તમામ ડોંગલ સેવાઓને બંધ કરવાની મર્યાદા મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધી વધારી દીધી છે. તે જ સમયે બીજા 10 જિલ્લાઓમાં સેવા પુન સ્થાપિત કરવામાં આવી છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેલિકોમ ટેમ્પરરી સર્વિસ સસ્પેન્શન રૂલ્સ, 2017 ના નિયમ 2 હેઠળ ખઓટા પ્રચાર અને અફવાઓ અટકાવવા ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીએસએનએલ સહિત હરિયાણાની તમામ ટેલિકોમ કંપનીઓને આ હુકમનું પાલન સુનિશ્ચિત કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. આ હુકમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થયેલ કોઈપણ વ્યક્તિ સંબંધિત જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી માટે જવાબદાર રહેશે, જો કે હરિણાયામાં વાંરવાર ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના કારણથી કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સરકાર દ્વારા આ પ્રકારની કાર્યવાહી મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. સરકારની આ કાર્યવાહીને કારણે સામાન્ય લોકોને ખાનગી અને વ્યાપારિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે બાળકોના શિક્ષણ અને અન્ય ઓફિસને લગતા કામ ઘરેથી ચાલી રહ્યા છે પરંતુ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત થવાને કારણે દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સાથે જ આ અરજીમાં હાઈકોર્ટમાંથી માંગ કરવામાં આવી છે કે સરકારને આવા આદેશો નહીં આપવા નિર્દેશ આપવો જોઇએ અને જો કોઈ કારણોસર સેવા વિક્ષેપિત થાય છે તો જનતાને સાત દિવસની નોટિસ ફટકારવી જોઈએ. હાલમાં આ અરજી હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી ટૂંક સમયમાં થઈ શકે છે.
સાહિન-