Site icon Revoi.in

બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન અને ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી વચ્ચે મુલાકાત

Social Share

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સનએ અમદાવાદમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ બાદ તેમણે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદામી સાથે પણ મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન અદાણી શાંતિગ્રામ પહોંચ્યાં હતા. જ્યાં જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને મહાનુભાવો વચ્ચે થયેલી મીટીંગ બાદ ગૌત્તમ અદાણીએ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, બોરિસ જ્હોન્સન ગુજરાતની મુલાકાત લેનારા કરનારા બ્રિટનના પ્રથમ પીએમ છે. અક્ષય ઉર્જા, ગ્રીન એચ-ટુ અને ન્યૂ એનર્જી પર ધ્યાન કેન્દ્રીત કરતા ક્લાયમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. અદાણી યુકેની કંપનીઓ સાથે મળીને સંરક્ષણ અને એરોસ્પેસ ટેકનોલોજી મામલે સાથે વાતચીત કરશે તેવો પણ ઉલ્લેખ કર્યો.