Site icon Revoi.in

હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિ.ના MBBS ઉત્તરવહી કૌભાંડ, તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને હવાલે

Social Share

પાટણ:  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં મેડિકલની એફ.વાય MBBS ની પરીક્ષામાં ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે તપાસ સમિતિને સોપાઈ હતી. જેના રિપોર્ટ કારોબારીમાં સોંપયા અને તેમાં ગેરરીતિ સામે આવી હતી. જે મામલે યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સરકારના શિક્ષણ વિભાગને આ રિપોર્ટ સોંપતા તેની તપાસ કરતા હાલ કુલપતિ સહિત અન્ય સહ કાર્મચારીઓની સંડોવાની બહાર આવી હતી. જેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતા કસૂરવાર કુલપતિ અને સહ કર્મચારીઓને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર જવાબ લેવા માટે બોલાવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં એફ.વાય MBBS ની માર્ચ-જૂન મહિનામાં લીધેલી પરીક્ષાના પરિણામ બાદ રીઅસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ખાસ તપાસ સમિતિ બનાવી તેની તપાસ શરૂ કરાતા હાલના કાર્યરત કુલપતિ અને જે તે સમયે કૌભાંડ આચારવામાં આવ્યું હતું તે સમયના કેમેસ્ટ્રી વિભાગના હેડ જે.જે વોરા હતા. તેમની સંડોવાણી બહાર આવ્યાના રિપોર્ટ તપાસ સમિતિ દ્વારા યુનિવર્સિટીની કારોબારી મુકવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ મામલે તપાસમાં અન્ય સહ કર્મચારીઓની સંડોવણી પણ જાણવા મળી હતી. સરકારને ધ્યાને આ બાબત આવતા શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ દરમિયાન હાલના કુલપતિ જે.જે વોરા કસૂરવાર જણાયા હતા. તેમ છતાં કુલપતિ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા હતા, છેવટે તેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ગત રોજ કુલપતિ જે.જે વોરા સાહિત 7 સહ કર્મચારીઓને ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે જવાબ આપવા તેમજ પૂછપરછ માટે બોલાવવામાં આવતા ભારે ચર્ચાઓનો વિષય બન્યો છે.

આ મામલે કુલપતિ જે.જે વોરાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવયા હતા જેમાં ઘટના મામલે આધાર પુરાવા અને નિવેદનો ક્રાઇમ બ્રાન્ચને આપ્યા હતા અને તપાસની પ્રક્રિયા ચાલુ છે. આ ઉત્તરવહી કૌભાંડ તો થયું છે પણ તેમા હું કોઈ જગ્યાએ સંકળાયેલ નથી તેમ કહી તેમનો બચાવ કર્યો હતો અને જે સંકળાયેલ છે તેમનું નામ બહાર આવે તેના માટે આ તપાસ છે અને તેને સજા થાય તેમ જણાવી વાતને ફેરવી તોળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં એફ.વાય MBBS ની માર્ચ- જૂન માસમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ જાહેર થયા બાદ 10 વિદ્યાર્થીઓએ રી- એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેર રીતિ થઈ હોવાની અરજી યુનિ.ના કારોબારી સભ્ય દ્વારા યુનિ. માં લેખીત અરજી કરવામાં આવતા તેની તપાસ માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી જે સમિતિએ આજે કારોબારીમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.