Site icon Revoi.in

જી-20 સમિટના ડિનર માટે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને દેવેગૌડાને આપવામાં આવ્યું આમંત્રણ

Social Share

દિલ્હીઃ- ભારતની રાજઘાની દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જી 20 સમિટ યોજાવા જઈ રહી છે આ સમિટને લઈને ભવ્ય રાત્રી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ રાત્રી ભોજનને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે તે બાબત પણ સ્પષ્ટ સામે આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત જી 20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષાથી લઈને તેમના રોકાણ સુધીની તમામ નક્કર વ્યવસ્થાઓ અંતિમ તબક્કામાં છે. દિલ્હીની સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ શહેરભરમાં ફરીને તમામ તૈયારીઓ અને સ્વચ્છતાની માહિતી લીધી હતી.

આ કોન્ફરન્સ 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સ માટે ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાડેન પણ ભારતમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે.

જો કે મહત્વની વાત એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન એવા મનમોહન સિંહ અને HD દેવગૌડાને G20 સમિટ ડિનરમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

આ સહીત G-20 કોન્ફરન્સ માટે દિલ્હીમાં મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે. આજે બાઈડેન સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી રહ્યા છે. G-20 સમિટમાં 40 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અથવા તેમના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બાઈડેન ઉપરાંત આજે બ્રિટનના પીએમ ઋષિ સુનક, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ, જાપાનના પીએમ કિશિદા ફ્યુમિયો, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા જા સિલ્વા અને ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ G-20 સમિટમાં આવનારા રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જારી કર્યો છે, જેમાં વસુધૈવ કુટુંબકમ અને ભારતીય સંસ્કૃતિના જીવંત વારસા પર આતિથ્યની વાત કરી છે.