ગણેશજીની પૂજામાં બાળકોને કરો સામેલ,આ પદ્ધતિની સાથે સમજાવો તહેવારનું મહત્વ
ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આ તહેવાર બાળકોથી લઈને વડીલોમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. 10 દિવસના ગણેશ ઉત્સવમાં દરેક વ્યક્તિ સક્રિયપણે ભાગ લે છે. ખાસ કરીને બાળકો તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. કારણ કે આ સમય દરમિયાન તે સજાવટ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર પણ બાળકો માટે તેમની સંસ્કૃતિ અને પરિવાર સાથે જોડાવા માટેનો ઉત્તમ અવસર છે. તમે બાળકોને તહેવારની તૈયારી સાથે જોડીને મદદ, વહેંચણી, સંભાળ, ટીમ વર્ક, સર્જનાત્મકતા, સારા સંચાર જેવા ઘણા મૂલ્યો કેળવી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે બાળકોને તહેવારમાં કેવી રીતે સામેલ કરી શકો છો…
પૂજાના કામમાં કરો સામેલ
તમે દસ દિવસમાં પૂજા, પ્રસાદનું કામ બાળકોને આપી શકો છો.તમે બાળકોને નવી આરતીઓ અને ભજનો કંઠસ્થ કરાવી શકો છો.પ્રસાદ બનાવતી વખતે બાળકોને સાથે રાખો. રોજ ઘરમાં બધાને ભેગા કરો અને તેમની આરતી કરાવો. આ સિવાય તમે બાળકોને બાપ્પાની સંભાળ રાખવાની જવાબદારી પણ આપી શકો છો.
દંતકથાઓ કહો
તમે બાળકોને પૌરાણિક કથાઓ કહી શકો છો. જો તમે ઘરમાં બાપ્પાની સ્થાપના કરી હોય તો બાળકોને રોજની આરતીમાં સામેલ કરો. પૂજા પછી તેમને પૌરાણિક કથાઓ કહો. આનાથી બાળકોની વાંચન અને બોલવાની આદત પણ સુધરશે. બાળકો પૌરાણિક કથાઓ સાંભળીને ગણેશજી વિશે વધુ સારી રીતે જાણી શકશે. તેનાથી બાળકોના વ્યક્તિત્વનો પણ વિકાસ થશે.
દાન કરાવો
તમે બાળકોને તહેવાર સમયે શેયરિંગ જેવા ગુણો શીખવા માટે ટે જુના કપડા,રમકડાં એકત્રિત કરી દાન કરવા માટે આપી શકો છો.ગરીબ જરૂરિયાતમંદોને દાન કરવાથી બાળકોમાં બીજાને મદદ કરવા જેવા ગુણો કેળવાશે.આનાથી બાળકો પણ પોતાના કરતા નાના લોકોને માન આપતા શીખી શકશે.