- નૌસેનાની તાકાત થઈ બમણી
- આઈએનએસ વેલાનો બેડામાં થયો સમાવેશ
- અનેક સુવિધાઓથી છે સજ્જ
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને કેન્દ્ર દ્વારા વધુને વધુ મજબૂત બનાવવાનું કાર્ય હાથ ઘરવામાં આવી રહ્યું જે હેઠળ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે દેશની નૌસેનાની તાકાતમાં ઓર વધારો થયો છે,INS વેલાને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની હાજરીમાં ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવી ચૂક્યું છે.
જાણો આઈએનએસ વેલાની ખાસિયતો
- વર્ષ 2019મા ભારતે પ્રથમ વખત તેનું પરીક્ષણ કર્યું હતું. જ્યારે દુશ્મન સામે લડવાની ક્ષમતાની જો વાત કરીએ તો રે INS વેલા તેની અદ્યતન સ્ટીલ્થ અને લડાયક ક્ષમતાઓ માટે જાણીતું છે
- આ સબમરીન ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ 75 હેઠળ બનાવવામાં આવી છે.
- આઈએનએસ વેલા એ સ્કોર્પિન ડિઝાઇનની છ સબમરીન પૈકીની એક છે જે એમડીએલ દ્વારા મુંબઈમાં ફ્રેન્ચ ફર્મ નેવલ ગ્રૂપ પાસેથી ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ખાસ રીતે બનાવવામાં આવી રહી છે.
- INS વેલા મુંબઈમાં ભારતીય નૌકાદળમાં જોડાઈ ચૂકી છે.જે દેશની ચોથી સ્કોર્પિન ક્લાસ સબમરીન INS વેલાને બે વર્ષથી વધુના પરિતક્ષણ બાદ આજે કાફલામાં સામેલ કરવામાં આવી હતી.
- આ સ્કોર્પિન ક્લાસ સબમરીન એન્ટી-સફેસ વોર, એન્ટી-સબમરીન વોર,ખાનગી માહિતી એકત્ર કરવા, માઈન બિછાવવા, સર્વેલન્સ જેવા અનેક મિશન પાર પાડી શકે છે.
- આ સબમરીન અલ્ટ્રામોડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
- આ સબમરીનનો ઉપયોગ પાણીની અંદર અથવા સપાટી પર ટોર્પિડો તેમજ ટ્યુબ-લોન્ચ એન્ટી-શિપ મિસાઇલોનો ઉપયોગ કરીને કરી શકાય છે.
- આ સબમરીનની ટોચની સાયલન્સિંગ ટેક્નોલોજી, લો રેડિયેટેડ નોઈઝ લેવલ, હાઈડ્રો-ડાયનેમિક શેપ, ગાઈડેડ હથિયારોનો ઉપયોગ કરીને દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે