દિલ્હીથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અશરફની ધર્મ પરિવર્તન પ્રવિતમાં ખુલી સંડોવણી
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરેલા પાકિસ્તાની આતંકવાદી મહંમદ અશરફ ઉર્ફે અલી અહમદ નૂરીએ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તે દેશમાં હિન્દુ ધર્મના લોકોનાનું ધર્મ પરિવર્તન કરવવા અને મુસ્લિમ યુવાનોને જેહાદી બનાવવાની પ્રવૃતિમાં પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સ્લીપર સેલ, આતંકી પ્રવૃતિ અને ધર્મ પરિવર્તનની કામગીરી પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહંમદ અશરફ સંસ્થા દાઉતે ઈસ્લામિકનો સક્રિય સભ્ય હતો આ સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં આરોપી તરકીરે પણ આપવા દેશ-વિદેશમાં જતો હતો. બીજી તરફ મહંમ અશરફના હેન્ડલનો સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં પકડાયેલા આતંકવાદીઓ સાથે સંબંધ હતો. અશરફ અને હેન્ડલરની સોશિયલ મીડિયામાં થયેલી ચેટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે.
સ્પેશિયલ સેલના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની કટ્ટરવાદી સંસ્થા દાઉતે ઈસ્લામિકનો સક્રિય સભ્ય છે આ સંસ્થાની કોન્ફરન્સમાં સામેલ થવા માટે નેપાળ, થાઈલેન્ડ અને સાઉદી અરબ ગયો હતો. આ દેશોમાં આતંકવાદી દિલ્હીના એડ્રેસ ઉપર બનડાવ્યું હતું. ભારતમાં તે સંસ્થાના કાર્યક્રમોમાં ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આરોપી હિન્દુ ધર્મના લોકોના ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓ પણ આચરતો હતો. જેથી દિલ્હી પોલીસ દ્વારા આ અંગે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયને જાણ કરવામાં આવી હતી. અશરફનો હેન્ડલર નાસિરએ સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં પકડાયેલા આતંકવાદી ઓસામા, જીશાન, મૂલચંદ, મહંમદ અબુબકર, સમીર અને મહંમદ આમિર જાવેદ સાથે સંબંધ હોવાનું ખૂલ્યું છે. આ મોડ્યુઅલને ઓસામાના કાકા હુમૈદ ઉર રહેમાન દુબઈથી બેઠા બેઠા ચલાવતો હતો.