Site icon Revoi.in

 આઈફોનના ગ્રાહકોના ઈંતઝારનો આવ્યો અંત  – આઈફોન નિર્માતાએ  દેશના પ્રથમ એપલ સ્ટોરનું મુંબઈ ખાતે કર્યું ઉદ્ધાટન,

Social Share

દિલ્હીઃ- આઈફોનના નિર્માતા એપલે આજરોજ ભારતમાં તેનો  પ્રથમ એપલ સ્ટોર લોંચ કર્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું.  એટલે કે હવે ભારતના ગ્રાહકો માટે એપલના  પ્રથમ રિટેલ સ્ટોરે  માટે તેના દરવાજા ખોલી દીધા છે.

એપલ સ્ટોર દેશની આર્થિક રાજધાનીમાં લોકપ્રિય કાલી પીલી ટેક્સીઓની થીમ પર બનાવવામાં આવ્યો છે. એપલ BKC ના ક્રિએટિવમાં ઘણા એપલ ઉત્પાદનોનું અર્થઘટન દર્શાવવામાં આવ્યું છે.અહીં ગ્રાહકોને એપલની ઘણી સેવાઓ પણ મળશે.

જો આ સ્ટોર વિશેની ખાસિયતની વાત કરીએ તો તે  20 હજાર  ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો જોવા મળે છે. એપલ સ્ટોરની ડિઝાઇન આકર્ષક અને ઊર્જા-કાર્યક્ષમ બનાવામાં આવી છે. એપલ સ્ટોરને રિન્યુએબલ એનર્જીની આસપાસ ડિઝાઇન કરેલો જોવા મળે  છે. જે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર  સંચાલિત સ્ટોર હશે.

વિશ્વની અગ્રણી ટેક કંપની એપલે મુંબઈમાં પોતાનો પહેલો એપલ સ્ટોર તૈયાર કર્યો છે. એપલનો ફ્લેગશિપ રિટેલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલવામાં આવ્યો છે. તેને Apple BKC નામ આપવામાં આવ્યું છે.

આ અગાઉ એપલે ભારતમાં તેના પ્રથમ રિટેલ સ્ટોરનું બેનર પણ Jio વર્લ્ડ ડ્રાઇવ મોલ મુંબઈમાં લગાવ્યું છે. એપલની વેબસાઈટ પર લખ્યું છે, “હેલો મુંબઈ! અમે ભારતમાં અમારા પ્રથમ સ્ટોરમાં તમારું સ્વાગત કરવા માટે તૈયાર છીએ. આ સાથે, તમે Apple BKC પર આવીને તમારી સર્જનાત્મકતા પણ બતાવી શકો છો.”

જાણકારી પ્રમાણે ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કંપનીના સીઈઓ ટિમ કૂક દ્વારા નવી શૈલીમાં કરવામાં આવ્યું હતું. ટિમે ગ્રાહકોને આવકારવા માટે સ્ટોરનો દરવાજો ખોલ્યો.તે  પ્રથમ વખત  હતુ કે જ્યારે એપલે ભારતમાં પહેલીવાર મેકિન્ટોશને 1984માં રજૂ કર્યું હતું અને હવે 25 વર્ષ પછી એપલ BKC, મુંબઈમાં પહેલો એપલ સ્ટોર ખોલવામાં આવ્યો છે.