Site icon Revoi.in

IPL 2021: કેકેઆરના દિગ્ગજ બેટ્સમેન બાદ વધુ 8 લોકો કોરોના સંક્રમિત

Social Share

 મુંબઈ : વિશ્વની સૌથી લોકપ્રિય ટી 20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ પર કોરોના વાયરસનો ખતરો મંડરાય રહ્યો છે. લીગ હજી શરૂ થઈ નથી અને તે પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નીતીશ રાણા બાદ હવે વાનખેડે સ્ટેડિયમમાં કોરોના વાયરસથી 8 લોકો સંક્રમિત થઇ ગયા છે.

વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલની 14 મી સીઝનની દસ મેચનું આયોજન કરવામાં આવનાર છે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલની વચ્ચે રમાવાની છે. આ વખતે આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. અને કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને કારણે બીસીસીઆઈની ચિંતા પણ વધશે

રિપોર્ટ મુજબ, કોરોના વાયરસના તાજા સમાચાર મુજબ વાનખેડે સ્ટેડિયમના 8 મેદાનકર્મી આ ખતરનાક વાયરસના ઘેરામાં આવી ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 મેદાનકર્મીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં ત્રણ લોકોના રિપોર્ટ પહેલાથી જ આવી ચુક્યા છે, જ્યારે 5 અન્ય મેદાનકર્મીના 1 એપ્રિલના રોજ આવેલી રિપોર્ટમાં પોઝિટિવ જાણવા મળ્યા હતા. આ પહેલા પણ ગયા વર્ષે કોરોના વાયરસને કારણે આઇપીએલની 13 મી સીઝન યુએઇમાં યોજવામાં આવી હતી.

દેવાંશી