Site icon Revoi.in

IPL 2021 : ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

Social Share

દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાશે.દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી મુંબઈ ઈન્ડીયન્સ છે. ચેન્નઈનું પ્રથમ જૂથ ભારતથી સીધું દુબઈ પહોંચ્યું છે. જ્યારે મુંબઈનું જૂથ અબુધાબી પહોંચી ચુક્યુ છે. બંને ટીમોનો ક્વોરન્ટાઈન તબક્કો પણ સમાપ્ત થઈ ગયો છે. જ્યારે અન્ય ટીમો આ મહિનાના અંત સુધીમાં પહોંતી જશે. દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ બોલ, બેટ અને ફિલ્ડિંગ એમ રમતના ત્રણેય વિભાગમાં હાથ અજમાવવાનો શરુ કર્યો છે. ધોની અને રૈના જેવા ધુંરધરો નેટ્સ પર બેટ સાથે જોવા મળ્યા હતા, જ્યારે ઋતુરાજ જેવા યુવા પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત માનસિક ફિટ અને ફ્રેશ રેહવા માટે ફૂટબોલ રમીને બીજા દિવસની તાલીમની શરૂઆત કરી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ટ્વીટર હેન્ડલ પરથી 3-4 તસવીરો શેર કરી છે. જેમાં એમએસ ધોની અને તેના સાથી ખેલાડીઓ ફૂટબોલને કીક કરતા જોવા મળે છે. દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં ચેન્નઈ સુપર કિંગ્સની પ્રેક્ટિસ ચાલી રહી છે.  બીજી તરફ અબુધાબીમાં મુંબઈ ઈન્ડીયન્સના ખેલાડીઓ પાણીમાં વોલીબોલ રમતા નજર આવ્યા હતા. વોલીબોલ રમવામાં મશગૂલ જોવા મળેલા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓમાં ઈશાન કિશન, પિયુષ ચાવલા, આદિત્ય તારે અને ધવન કુલકર્ણીનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડીયન્સે આ બધાના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.