આઈપીએલ-2021: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચોથી વાર ચેમ્પિયન બની,ફાઈનલમાં કોલકત્તાને હરાવ્યું
- મહેન્દ્રસિંહ ધોનીની ટીમ આઈપીએલ-2021 જીતી
- ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જીતી આઈપીએલ-2021
- ચોથી વાર ચેમ્પિયન બની ચેન્નાઈની ટીમ
મુંબઈ:ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ કે લાંબા સમયથી આઈપીએલનું ટાઈટલ જીતી ન હતી, તેણે આખરે વર્ષ 2021ની આઈપીએલની ફાઈનલમાં જીત નોંધાવી છે. ફાઈનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમનો સામનો કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ સામે હતો. પહેલી બેટિંગમાં CSKની ટીમે 192 રન કર્યા હતા જેમાં મોઈન અલી અને ફાફ ડુ પ્લેસિસે મહત્વની ઈનિંગ રમી હતી.
CSKની ટીમે શરુઆતથી આક્રમકતા અપનાવીને રમતની શરુઆત કરી હતી. એક મોટા લક્ષ્યને કોલકાતાને આપવા માટેના ધ્યેય સાથે તોફાની રમત જોવા મળી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે 61 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડે 27 બોલમાં 32 રન, રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રન બનાવ્યા હતા. તે બાદ ડુ પ્લેસિસે જબરદસ્ત અર્ધશતક સાથેની રમત રમી હતી. પ્લેસિસે શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી અને તેણે ઓપનર તરીકે આવીને અંતિમ ઓવર સુધી પિચ પર રહી ચેન્નાઇની મોટા પડકારની યોજનાને પાર પાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 59 બોલમાં 86 રન કર્યા હતા. આ દરમ્યાન 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. મોઇન અલીએ પ્લેસિસને સારો સાથ પૂરાવ્યો હતો. તેણે પણ 3 છગ્ગા સાથે ની આક્રમક રમત રમી હતી. તેણે 20 બોલમાં 37 રન કર્યા હતા. જે દરમ્યાન 2 ચોગ્ગા લગાવ્યા હતા.
શરુઆત તો જબરદસ્ત કરતુ કોલકાતાનો ગીયર મીડલ ઓર્ડર બદલી દેતુ હોય છે. મીડલ ઓર્ડરનો ફ્લોપ શો કોલકાતાને કિનારે આવીને ડૂબી જવાનો અહેસાસ દુબઇમાં થયો હતો. શુભમન ગીલ અને વેંકટેશ ઐય્યરે જબરદસ્ત રમત રમી હતી. બંનેએ 91 રનની પાર્ટનર શીપ કરી હતી. બંને ની રમતે ચેન્નાઇને દબાણ હેઠળ લાવી દીધુ હતુ. પરંતુ શાર્દૂલની બોલીંગમાં ઐય્યર અને નિતીશ ફસાઇ જતા બાજી મીડલ ઓર્ડર પાસે આવી હતી અને તે ફ્લોપ રહી હતી.