Site icon Revoi.in

IPL 2021 : ખેલાડીઓ બાદ હવે એમ્પાયરોમાં કોરોનાનો ડર, બે એમ્પાયરોએ લીધો વિરામ

Social Share

મુંબઈઃ ભારતમાં હાલ કોરોના મહામારી વચ્ચે આઈપીએલ યોજાઈ રહી છે. દુનિયાના વિવિધ દેશના ખેલાડીઓ આઈપીએલની વિવિધ ટીમમાં ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન આઈપીએલમાં સમાલે કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયાં હતા. કોરોનાનું આઈપીએલને ગ્રહલ લાગ્યું હોય તેમ હાલ દર્શકો વિના રમાઈ રહી છે. હવે આઈપીએલમાં સામેલ એમ્પાયરો પણ કોરોનાને પગલે ભયભીત થયાં છે. દરમિયાન બે એમ્પાયર આઈપીએલથી વ્યક્તિગત કારણોસર દૂર થવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સફળતા પૂર્વક સિઝનને પૂર્ણ કરવાની આશા સેવી છે. જોકે આ દરમ્યાન કેટલાક વિદેશી ખેલાડીઓ કોરોના વાયરસને અને વ્યક્તિગત કારણોને આગળ ધરીને સિઝનની અધવચ્ચે થી જ છોડીને પોત પોતાના દેશમાં પરત ફરી ચુક્યા છે. દરમિયાન એમ્પાયર નિતીન મેનન અને પોલ રાયફલ પણ વ્યક્તિગત કારણ દર્શાવી ટુર્નામેન્ટને છોડી ચુક્યા છે. ભારતીય એમ્પાયર નિતીન મેનનની માતા અને પત્નિ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતીમાં પોતાના પરિવારના દેખભાળ માટે પોતાના ઘરે ઇન્દોર પરત ફર્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલીયન અંપાયર પોલ રાયફલ પણ ટુર્નામેન્ટ છોડીને પરત ફરી ચુક્યા છે, આ બંને આઇસીસીની એલીટ અંપાયર પેનેલના સભ્યો છે. બીસીસીઆઇ પાસે પહેલાથી જ અનેક ઘરેલુ અંપાયર બેક-અપના રુપે તૈયાર છે. જે મેનન અને રાઇફલના સ્થાને અંપાયરીંગ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં અનેક ખેલાડીઓ કોરોના મહામારીને પગલે વિરામ લીધો છે. જેમાં ભારતીય બોલર અશ્વિનનો પણ સમાવેશ થાય છે.