મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ની નવી જર્સી લોન્ચ કરી, જાણો શું છે તેની વિશેષતા
- ચેન્નાઈ સુપર કિંગ્સની નવી જર્સી લોન્ચ
- મહેન્દ્ર સિંહ ધોનીએ લોન્ચ કરી નવી જર્સી
- સેનાને સન્માન આપતી વખતે જોડી આ વસ્તુ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સે 9 એપ્રિલથી શરૂ થનારી લીગની આગામી 14 મી સીઝન માટે બુધવારે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ ટીમે તેની નવી જર્સીમાં સેનાનું સન્માન કરતી વખતે તેમાં કૈમોફ્લેઝ પણ ઉમેર્યું છે.
ત્રણ વખતના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટીમની નવી જર્સી લોન્ચ કરી,જેનો એક વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
ચેન્નાઈની જર્સીમાં પીળા રંગની સાથોસાથ ઇન્ડિયન આર્મીમાં કૈમોફ્લેઝ પણ ઉમેરવામાં આવ્યું છે. જર્સીમાં ખભા પર કૈમોફ્લેઝને જગ્યા મળી છે.સીએસકેએ એક નિવેદનમાં કહ્યું કે, ટીમે 2008 માં પહેલા સંસ્કરણ બાદ તેની જર્સીને ફરીથી ડિઝાઇન કરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010,2011 અને 2018 માં આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે. ટીમ અત્યાર સુધી 10 વખત પ્લે ઓફમાં પહોંચી ચુકી છે. જયારે આઠ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.
-દેવાંશી