- અમદાવાદ અને લખનૌ ટીમે 3-3 પ્લેયરનો ડ્રાફ્ટ રજૂ કર્યો
- લખનૌની ટીમનો કેપ્ટન રહેશે કે.એલ.રાહુલ
- આઈપીએલમાં 10 ટીમો જોવા મળશે મેદાનમાં જંગ
દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયલ લીગ એટલે કે આઈપીએલમાં અમદાવાદ અને લખનૌ એમ નવી બે ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેગા હરાજી પહેલા બંને નવી ટીમોએ તેમના ડ્રાફ્ટ્સ જાહેર કર્યાં છે. જે અનુસાર લખનૌની ટીમની જવાબદારી કે.એલ.રાહુલ અને અમદાવાદની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. આ વખતે અમદાવાદ અને લખનૌની ટીમો પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે.
3⃣ Stars in their bag already! #TeamAhmedabad has gone all guns blazing for #VIVOIPL 2022.
Which pick by them made you go
? Tell us pic.twitter.com/USDvtZKGnw — Star Sports (@StarSportsIndia) January 21, 2022
આઈપીએલની બંને નવી ટીમના 3-3 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા, બીજા પ્લેયર તરીકે રશિદ ખાન અને ત્રીજા ખેલાડી તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. પંડ્યાને રૂ. 15 કરોડ, રશિદખાનને રૂ. 15 કરોડ તથા શુભમન ગિલને 8 કરોડ ચુકવવામાં આવશે. આવી જ રીતે લખનૌની ટીમમાં કે.એલ.રાહુલ, માર્ક સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈની પસંદગી કરવામાં આવી છે. રાહુલને રૂ. 17 કરોડ સ્ટોઈનિસને 9.2 કરોડ અને બિશ્નોઈને 4 કરોડ ચુકવવામાં આવશે. જ્યારે જૂની આઠ ટીમોએ પોતાના ખેલાડીઓને જાળવી રાખ્યાં છે. જેથી મેગા ઓક્શનનો માર્ગ મોકળો થઈ ગયો છે. આગામી આઈપીએલ 2022માં આઠને બદલે હવે 10 ટીમો વચ્ચે મેદાનમાં ચોગ્ગા-સિક્સરનો વરસાદ જોવા મળશે.