Site icon Revoi.in

IPL 2022 : લખનૌ ટીમમાં કે.એલ.રાહુલને સોંપાઈ મહત્વની જવાબદારી

Social Share

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમયર લીગ 2022 એટલે કે આઈવીએલની મેગા નીલામી અને ટીમના ખેલાડીઓને લઈને લાંબા સમયથી વિવિધ અટકળો ચાલી રહી છે. જો કે, મેગા નીલામી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈજીએ પોતાના 3-3 ખેલાડીઓની લિસ્ટ આપ છે. રિપોર્ટ અનુસાર લખનૌ ફ્રેન્ચાઈજીએ કે.એલ.રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને સાઈન કરવાનો નિર્ણય લીધો છે. મેગા નીલામી તા. 12મી અને 13મી ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં યોજાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર કે.એલ.રાહુલને ફ્રેન્ચાઈજીએ નંબર-1 ખેલાડી તરીકે પસંદ કર્યો છે. જેથી તેની નિર્ધારિત ફિસ સ્બેલ અનુસાર રૂ. 15 કરોડ ચુકવવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સ્ટોઈનિસને પ્લેયર-2 તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેને રૂ. 11 કરોડ મળશે. અનકેપ્ડ રવિ બિશ્નોઈને રૂ. 4 કરોડ મળશે. આમ ફ્રેન્ચાઈજીએ મેગા નીલામીમાં રૂ. 60 કરોડ સાથે ઉતરશે. રાહુલનું લખનૌ ફ્રેન્ચાઈજી સાથે જોડાવવા મુદ્દે અનેક અટકળો ચાલી રહી હતી. રાહુલ છેલ્લી બે સિઝનથી પંજાબ કિંગ્સનું નૈતૃત્વ કરી રહ્યો છે. જો કે, તેને ટીમ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પંજાબ છેલ્લા ચાર સિઝનથી છઠ્ઠા સ્થાન ઉપર રહે છે. વર્ષ 2020 અને 2021માં રાહુલે પંજાબનું નૈતૃત્વ કર્યું હતું. જો કે, રાહુલની કેપ્ટનશીપમાં પંજાબને જોઈએ તેવી સફળતા મળી ન હતી. જો કે, સિઝનમાં સૌથી વધારે રન બનાવનારા પ્લેયરોમાં રાહુલનો સમાવેશ થતો હતો. 2020માં સૌથી વધારે રન બનાવીને રાહુલે ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. જ્યારે 2021માં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં રાહુલ ત્રીજા ક્રમે હતો.

(Photo - Social Media)