આઈપીએલ-2022: KL RAHULની ફરી સદી, મુંબઈ ઈન્ડિયન્સની સતત 8મી હાર
- આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સતત 8મી હાર
- ચાહકોમાં ભારે નિરાશા
- કે.એલ.રાહુલની સીઝનમાં બીજી સદી
મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. ટીમે આ સીઝનમાં એક પણ મેચમાં જીતનું ખાતું ખોલાવી શકી નથી. મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ એક માત્ર ટીમ છે જે એક પણ મેચ જીતી શક્યું નથી.
જો બીજી તરફ વાત કરવામાં આવે લખનઉની ટીમની તો કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. કેએલ રાહુલે આ મેચમાં શાનદાર સદી ફટકારી છે. આ સીઝનમાં કેએલ રાહુલની આ બીજી સદી છે. રાહુલે 62 હોલમાં નાબાદ 103 રનની ઇનિંગ રમી હતી.
આ મેચમાં મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે લખનઉએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધારે કેએલ રાહુલે નાબાદ 103 રન બનાવ્યા હતા. 169 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 132 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દ્વારા આ સિઝનનું ફોર્મ અત્યાર સુધીનું સૌથી ખરાબ ફોર્મ રહ્યું છે. ક્રિકેટના ચાહકો ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સમર્થકો દ્વારા તો માનવામાં પણ નથી આવી રહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દ્વારા આટલું ખરાબ પ્રદર્શન થઈ શકે.