Site icon Revoi.in

IPL 2022: મયંક અગ્રવાલને સોંપવામાં આવી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ

Social Share

નવી દિલ્હીઃ 31 વાર્ષીય મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા રીટેઇન કરાયેલ  3 પ્લેયરમાંથી એક  છે જેમાં તેનો સાથે યુવા ફાસ્ટ બોલર અરશદીપ સિંઘ અને લેફ્ટ આર્મ સ્પીનર હરપ્રીત બરારને પણ રીટેઇન કરવામાં આવ્યો છે.

ભારતીય ટેસ્ટ ઓપેનર મયંક અગ્રવાલને આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે ગયા વર્ષ ના કેપ્ટન કે.એલ રાહુલ ને લખનૌની ટીમમાં જગ્યા મળી છે ત્યારે તેમની જગ્યાએ કેપ્ટનશીપની જવાબદારી મયંક અગ્રવાલને સોંપવામાં આવી છે.

31 વર્ષીય ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાર બેંગલોરનો છે અને ઘણા સમય થી ટીમ ઈન્ડિયા જોડે જોડાયેલ છે, જ્યારે ફરી તેમણે પંજાબ કિંગ્સની ટીમ દ્વારા રીટેઇન કરવામાં આવ્યો છે, તે સાથે જ  યુવા ફાસ્ટ બોલર અરશદીપ સિંઘ અને લેફ્ટ આર્મ સ્પીનર હરપ્રીત બરારને પણ રીટેઇન કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટર મંયક અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘ હું પંજાબ કિંગ્સ સાથે 2018થી જડાયેલ છું, અને મને આ ટીમ સાથે જોડાવાનો ખૂબજ ગર્વ છે. મને આ ટીમના કેપ્ટન બનવાથી ખૂબજ ખૂશી અને ગૌરવ અનુભવી રહ્યો છું.’

નવા કેપ્ટન સાથે ટીમ પણ નવા ઉત્સાહમાં જોવા મળી રહેલ છે, જ્યારે આ વખતે કપ માટેની રેસ માં કોણ જીતશે તે જોવાં માંટે દર્શકો ખુબજ ઉત્સાહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 29મી માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થશે અને લગભગ 19મી મેના રોજ આઈપીએલની ફાઈનલ રમાશે. ક્રિકેટ પ્રેમીઓ લાંબા સમયથી આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

(Photo - Social Media)