Site icon Revoi.in

આઈપીએલ-2022: રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ છોડી

Social Share

મુંબઈ:પહેલીવાર ચેન્નાઈ ટીમની કમાન હાથમાં મળ્યા બાદ થોડી જ મેચો પછી રવિન્દ્ર જાડેજાએ તેમાથી હાથ પાછા ખેંચી લીધા છે. હજુ આઈપીએલ સીઝન 2022નો અંત આવ્યો નથી અને તે પહેલા ફરીવાર હવે ચેન્નાઈની કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં આવી છે. ગુજરાતી ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી આઈપીએલની અધવચ્ચે છોડીને ચાહકોને આંચકો આપ્યો છે.

રવિન્દ્ર જાડેજાની કેપ્ટન્સીમાં આ સિઝનમાં ચેન્નાઈની ટીમ ખાસ પરફોર્મ કરી શકી નહોતી. આધુરામાં પૂરું જાડેજાના પર્ફોર્મન્સ પર પણ અસર જોવા મળી હતી જેથી તેણે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો હતો.

IPL ની સૌથી ખરાબ સીઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ સીઝન ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી.આ વખતે સીઝન જીતવાના તો દૂર સેમિફાઇનલમાં પહોંચવાના ચાન્સ પણ ઓછાં લાગતા હતા એવામાં જાડેજાએ ફરી ધોનીને કેપ્ટનશિપ સોંપી દીધી છે.

આ સિઝનમાં ચેન્નાઈની ટીમ જાડેજાની કપ્તાનીમાં ખાસ સારું પરફોર્મ કરી શકી નહોતી. જેના કારણે જાડેજાએ આ પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.