Site icon Revoi.in

આઈપીએલ-2022 – આ ક્રિકેટર બની શકે છે લખનઉની ટીમનો કેપ્ટન

Social Share

મુંબઈ :આઈપીએલની આગામી સીઝનમાં બે નવી ટીમ જોવા મળશે. RP-SG ગ્રુપે IPLની નવી ટીમો માટે બોલી લગાવી અને તેમણે લખનઉની ફ્રેંચાઇઝી હાંસલ કરી હતી. પણ હવે જોવાનું એ રહે છે કે કોણ આ નવી ટીમનો કેપ્ટન બની શકે તેમ છે.

શ્રેયસ અય્યર આવતા વર્ષે અન્ય કોઈ ટીમ માટે રમતા જોવા મળી શકે છે કારણ કે તે ટીમનું નેતૃત્વ કરવા માંગે છે, કારણ કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી ઋષભ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાના મૂડમાં છે.આવી સ્થિતિમાં જો ઐય્યર ઓક્શન પૂલમાં આવે છે, તો તે પછી લખનૌની ટીમ તેના પર દાવ રમી શકે છે. અય્યરે વર્ષ 2020માં પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમને પ્રથમ વખત IPL ફાઇનલમાં પહોંચાડી હતી.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સનરાઇઝર્સ હૈદરાબાદમાં ડેવિડ વોર્નરની વિદાય નિશ્ચિત છે અને હવે કાંગારુ બેટ્સમેને પહેલેથી જ કહ્યું છે કે તેઓ ઓક્શન પૂલમાં હશે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ તેને કેપ્ટનશિપની જવાબદારી આપવાનું વિચારી શકે છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5449 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 50 અર્ધશતક સામેલ છે.

આ રેસમાં તે ખેલાડી પણ છે જે લાંબી ઈનિંગ રમી શકે તેમ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ હાલમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો છે, પરંતુ આ ટીમમાં હોવા છતાં તે પ્લેઈંગ ઈલેવનમાં વધુ સ્થાન મેળવી શકે છે. આ રીતે, જો તેને ઓક્શન પૂલમાં મૂકવામાં આવે છે, તો લખનૌ ફ્રેન્ચાઇઝી તેને ન માત્ર ખરીદી શકે છે, પરંતુ કેપ્ટન્સી પણ સોંપી શકે છે. તે અગાઉ રાજસ્થાન રોયલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેમના નેતૃત્વમાં જીતની ટકાવારી 59.52 રહી છે.