મુંબઈઃ હાલ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. વિવિધ ટીમના યુવા ખેલાડીઓ આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડી રહ્યાં છે. બીજી તરફ સતત 3 મેચથી હારનો સમાનો કરી રહેલી મુંબઈની ટીમને મોટી રાહત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના અભ્યાસ સત્રમાં ક્રિકેટ જગતના નંબર વન ટી-20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવમાં સામેલ થયાં છે. લાંબા સમયથી ઈજાના કારણે રમતથી દૂર રહેનાર સૂર્ય કુમાર યાદવએ નેટ સત્રમાં અભ્યાસ દરમિયાન કોઈ પણ સમસ્યા વિના શોટ ફટકાર્યાં હતા.
વિસ્ફોટ બેસ્ટમેન સૂર્યકુમાર યાદવે આગામી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મેદાનમાં ઉતરે તેવી આશાઓ વ્યક્ત થઈ રહી છે. પાંચ વખત ચેમ્પિયન રહેલી મુંબઈની ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનોનીમાં પ્રારંભની ત્રણેય મેચમાં હારી જતા નિરાશામાં ગરકાવ થઈ ગઈ છે. બીજી તરફ 33 વર્ષિય વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર જાન્યુઆરીથી ક્રિકેટથી દૂર હતા. સ્પોર્ટસ હર્નિયાથી રાહત મેળવવા માટે સર્જરી કરાવી હતી.
ગત વર્ષે ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં સૂર્યકુમાર ઈજાગ્રસ્ત થયાં હતા. સૂર્યકુમાર વાનખેડે સ્ટેડિયમમાં અભ્યાસ સત્રમાં પહોંચનાર પ્રથમ ખેલાડી હતી. બપોરના સત્રમાં ટીમના અન્ય ખેલાડીઓથી એક કલાક પહેલા પહોંચ્યાં હતા. તેમણે નેટ સત્રમાં એક કલાકથી વધારે સમય બેટીંગની પ્રેકટીસ કરી હતી.
તાજેતરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેટમી (એનસીએ)એ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થવા માટે સૂર્યકુમારને મંજુરી આપી હતી. નેટ પ્રેકટિસ સેસનમાં યાદવે વિસ્ફોટક સ્ટોક માર્યાં હતા. ટૂર્નામેન્ટમાં સતત હાર બાદ ટીમ નાના પ્રવાસ માટે જામનગર ગઈ હતી. આ દરમિયાન સૂર્યકુમારની નજીકની નેટમાં દિલ્હી કેપિટલ્સના વિસ્ફોટક બેસ્ટમેન ડેવિડ વોર્નર બેટીંગ અભ્યાસ કરતા હતા.