IPL 2024: CSKનો આ વિદેશી ખેલાડી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
નવી દિલ્હીઃ દેશમાં આઈપીએલ 2024ને પગલે ક્રિકેટનો માહોલ જામ્યો છે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)માં સૌથી વધારે રન બનાવનાર ડેવોન કોનવે અંગુઠામાં ઈજા થતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ સીએસકેએ ઈંગ્લેડના બોલર રિચર્ડ ગ્લીસનને પોતાના સ્કવોડમાં સામેલ કર્યાં છે. રિચર્ડને તેની બેઝ પ્રાઈસ એટલે કે 50 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. સીએસકે અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર છે પરંતુ ડેવોન કોનવે નહીં હોવાથી પ્લેઓફની રેસમાં મુશ્કેલી વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સારી બેટીંગ કરી રહ્યો છે પરંતુ ટોપ ઓર્ડર ઉપર એવો કોઈ બેસ્ટમેન નથી જે સતત સારો સ્કોર કરી શક્યો નથી. ગત આઈપીએલમાં ચેન્નાઈ તરફથી 16 મેચમાં કોનવેએ 672 રન બનાવ્યાં હતા. જેમાં 6 અડધી સદીનો સમાવેશ થાય છે. 2023માં આઈપીએલની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે 47 રન બનાવીને ચેમ્પિયન બનાવ્યું હતું.
ઈજાને કારણોસર કોનવે આઈપીએલ 2024માં એક પણ મેચ રમ્યો નથી. જો કે, હવે સીએસકેમાં તેનું સ્થાન લેનાર રિચર્ડએ વર્ષ 2022માં ભારત સામે આંતરરાષ્ટ્રીય ટી 20માં ડેબ્યુ કર્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી અત્યાર સુધીમાં 6 ટી20 મેચ રમ્યો છે, જેમાં 9 વિકેટ ઝડપી છે. ગ્લીસનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધારે અનુભવ નથી. પરંતુ ફ્રેન્ચાઈજી ક્રિકેટમાં સૌથી વધારે રમી ચુક્યો છે. બિગ બેશ લીગ અને બાંગ્લાદેશ પ્રીમીયર લીગમાં સારુ પ્રદર્શન કર્યું છે. હવે આઈપીએલ 2024માં રમવાનો ચાન્સ મળ્યો છે. આમ તેઓ આઈપીએલમાં ડેબ્યુ કરશે.