IPL 2024: ધીમી ઓવર રેટ બદલ હાર્દિક પંડ્યાને દંડ કરાયો
પૂણેઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને શુક્રવારે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે આઈપીએલ 2024ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ આરોપ મૂકવામાં આવ્યો છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આઇપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ હેઠળ આ તેની ટીમનો ત્રીજો ગુનો હોવાથી પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ટીમની આગામી મેચમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.”
ભારત હાલ લોકસભાની ચૂંટણીની સાથે આઈપીએલનો માહોલ જામ્યો છે, આજે સીએસકે અને આરસીબી વચ્ચે મહત્વની મેચ રમાશે. જેની ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે. આ મેચના પરિણામના આધારે ક્વોલીફાઈ કરનારી ટોપ ચાર ટીમ નક્કી થશે. હાલની સ્થિતિએ સીએસકે, આરઆર અને હૈદરાબાદ ક્વોલીફાઈ થઈ ગઈ છે. જેથી ચેન્નઈ અને બેંગ્લોરની વચ્ચે રમાનારી મેચ મહત્વની માનવામાં આવી રહ્યું છે. સીએસકેના હાલ 14 પોઈન્ટ છે અને આજની મેચ જીતી જાય તો 16 પોઈન્ટ સાથે ક્વોલીફાઈ થઈ જશે. જ્યારે બંગ્લોરના 12 પોઈન્ટ છે અને આજની મેચ સારી રનરેટ સાથે મેચ જીતવી પડશે.