બેંગ્લોરઃ IPL 2024 ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ થવાની હતી. હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડીયમમાં આયોજીત આ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે હૈદરાબાદના 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચી ગઈ હતી. અત્યારે પોઈન્ટ ટેબલની સ્થિતિ જોઈએ તો, પ્રથમ ક્રમાંક પર કોલકાતા, બીજા સ્થાને રાજસ્થાન, ત્રીજા સ્થાને હૈદરાબાદની ટીમ છે.
હવે ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અનુક્રમે 4, 5 અને 6 સ્થાન પર છે અને આ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે આગામી મેચો રમશે. પોઈન્ટ્સ ટેબલમાં 7મા સ્થાન પર રહેલી લખનૌ સુપરજાયન્ટ્સ લગભગ પ્લેઓફમાંથી બહાર થઈ ચુકી છે. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ હતી.