IPL 2024- કોલકાતા નાઈટ રાઈડર્સએ ખિતાબ જીત્યો
નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે આઈપીએલ 2024ની ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી. સનરાઈઝર્સ પ્રથમ દાવમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને પછી KKRએ IPL 2024 ટ્રોફી જીતવા માટે 11 ઓવરમાં 114 રનના લક્ષ્યને પૂરો કર્યો. KKR આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર અને પછી ફાઇનલમાં પ્રવેશ કરનારી પ્રથમ ટીમ હતી.
ચેપોક મેદાનમાં રવિવારે હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેઓ 18.3 ઓવરમાં 113 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. 10.3 ઓવરમાં, કોલકાતા 114 રનના ટોટલ સુધી પહોંચવા માટે 2 વિકેટ લેવામાં સફળ રહી. વેંકટેશ અય્યર દ્વારા 26 બોલમાં 52 રન કરાયા હતા. તે સાથે આન્દ્રે રસેલે 3 વિકેટ ઝડપી હતી.
અભિનેતા શાહરૂખ ખાને આઈપીએલની ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની જીતની ઉજવણી કરી હતી. ઉજવણીમાં અભિનેતા અને તેના પરિવાર – પત્ની ગૌરી ખાન, બાળકો આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન અને મિત્રોના હાજર રહ્યા હતા. 2012માં આ જ મેદાન પર, KKR એ તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું, આઇપીએલ-2024ની જીત સાથે KKRએ ત્રીજું ટાઇટલ પોતાના નામે કર્યું.
આઈપીએલના ક્વોલિફાઈ રાઉન્ડમાં કેકેઆર, સનરાઈઝર્સ હૈદરાબાદ, ત્રીજા ક્રમે રાજસ્થાન રોયલર્સ અને ચોથા ક્રમે આરબીસીમાં પ્રવેશ કર્યો હતો. ક્વોલિફાઈવ રાઉન્ડની પ્રથમ મેચ પ્રથમ ક્રમે રહેલી કેકેઆર અને બીજા ક્રમે રહેલી હૈદરાબાદની વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. બીજી મેચ આરઆર અને આરસીબી વચ્ચે રમાઈ હતી. જેમાં આરઆરની ટીમે આરસીબીને પરાજીત કરી હતી. જેથી ફાઈનલમાં બીજી ટીમના પ્રવેશ માટે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.