Site icon Revoi.in

IPL 2024: પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં અનેક રેકોર્ડ સર્જાયા

Social Share

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની મેચમાં આંખના પલકારામાં અનેક રેકોર્ડ તૂટ્યા હતાં. આ મેચમાં બંને ટીમો તરફથી સિક્સરનો વરસાદ થયો અને એક નવો રેકોર્ડ સર્જાયો.આ મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી. જે T20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ છે. આ સિક્સરમાંથી 24 પંજાબ અને 18 KKR એ ફટકારી હતી. આ મેચે મુંબઈ ઈન્ડિયન્સ-સનરાઈઝર્સ હૈદરાબાદ અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન ફટકારેલા સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ મેચોમાં 38-38 સિક્સર ફટકારવામાં આવી હતી.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. જેમાં ફિલ સોલ્ટ (75), સુનીલ નારાયણ (71)એ અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ વેંકટેશ ઐયર (39), આન્દ્રે રસેલ (24) અને સુકાની શ્રેયસ અય્યર (28)એ KKRને 261 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. પંજાબના જોની બેયરસ્ટોએ અણનમ 108 રન બનાવી સદી નોંધાવી હતી. પ્રભસિમરન સિંઘ 54, રિલે રોસેવ 26 અને શશાંક સિંઘ અણનમ 68ની વિસ્ફોટક ઇનિંગ રમ્યા હતાં. આ સાથે પંજાબે 18.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 

દેશમાં આઈપીએલ ચાલી રહી છે, જેના પરિણામે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા. ટી20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટા રન ચેસનો રેકોર્ડ સર્જાયો છે. એટલું જ નહીં બંને ટીમના ચારેય ઓપનર્સે 50-50 રન ફટકાર્યાં હતા.