IPL 2024: મીટીંગમાં મોડા પહોંચનાર ચાર ખેલાડીઓને MIએ અનોખી સજા
નવી દિલ્હી: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યાર સુધી ખરાબ છે. સતત ત્રણ મેચ હાર્યા પછી ટીમની ટીકા થઈ રહી છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને અનોખી સજા આપી છે. MI એ ઈશાન કિશન, કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની અને નુઆન તુષારાને રસપ્રદ સજા આપી છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચારેય ખેલાડીઓ મીટીંગમાં મોડા આવતા તેમને સજા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મીટિંગમાં ઈશાન કિશન મોડો પહોંચ્યો હતો. ઇશાન કિશન સિવાય કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની અને નુઆન તુશારા મોડા પહોંચનારાઓમાં સામેલ હતા. મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને રસપ્રદ સજા આપી હતી. સુપરમેન જેવો ડ્રેસ પહેરવાનો અને આ ડ્રેસમાં મુંબઈ એરપોર્ટ સુધી જવાનું હતું.
• ચારેયને પહેરવી પડી સુપરમેનની જોડી
ચારેયએ વાદળી અને સોનેરી રંગના ડ્રેસ પહેર્યા હતા, જેમાં પાછળ સુપરમેનની જેમ પડદો લગાવેલો હતો. ઈશાન કિશનની સાથે બીજા ત્રણ અહમ ખેલાડીઓને આ સજા મળી છે. તેમાં કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની પણ સામેલ હતા. નુઆન તુષારાને પણ આ સજા મળી છે. મુંબઈ ઈન્ડિયન્સે ગયા વર્ષે ઘણા ખેલાડીઓને આવી સજા આપી હતી, જેમાં સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે.
ઈશાન કિશન આ સિઝનમાં ત્રણ મેચ રમ્યો છે. તેના નામે 16.67ની એવરેજથી કુલ 50 રન છે. આ સમયગાળા દરમિયાન કિશને 161.29ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે, પણ કોઈ મોટી ઈનિંગ્સ રમી નથી.