નવી દિલ્હીઃ ગુવાહાટીમાં આજે સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ટીમ એક જીતીને ટોપ ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સની ટીમ પહેલા જ પ્લે-ઓફમાંથી બહાર થઈ ગઈ છે.
IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 189 રન જ બનાવી શકી હતી.
આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ આ સિઝનમાં સાત હાર અને સાત જીત સાથે 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સાત હાર અને છ જીત સાથે 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને આવી ગઈ છે. બંને ટીમોની પ્લે-ઓફમાં પહોંચવાની જવાબદારી બાકીની ટીમોના પ્રદર્શન પર નિર્ભર છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
દરમિયાન IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 189 રન જ બનાવી શકી હતી.
આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ આ સિઝનમાં સાત હાર અને સાત જીત સાથે 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સાત હાર અને છ જીત સાથે 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને આવી ગઈ છે. બંને ટીમોની પ્લે-ઓફમાં પહોંચવાની જવાબદારી બાકીની ટીમોના પ્રદર્શન પર નિર્ભર છે.
પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19 પોઈન્ટ સાથે ટોપ પર છે. આજે સાંજે 7:30 વાગ્યે, રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. પંજાબ કિંગ્સની ટીમ પહેલાથી જ પ્લે-ઓફમાં રમવાનું ચૂકી ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમ એક જીતીને 16 પોઈન્ટ સાથે ટોપ ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે.