Site icon Revoi.in

IPL 2024: પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરનને આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ

Social Share

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરનને, પીસીએ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રવિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.  આઈપીએલ દ્વારા રવિવારે મોડી રાત્રે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કરને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.8 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે. તેણે દોષ કબૂલ કર્યો અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી. “આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.”

ગઇકાલની મેચમાં પંજાબ કિંગ્સની ટીમ તરફથી પ્રભસિમરન સિંહે 21 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. પ્રભસિમરન ઉપરાંત સુકાની સેમ કુરેને 20 અને હરપ્રીત બ્રારે 29 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સાઈ કિશોરે શાનદાર બોલિંગ કરી હતી અને તેની 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહિત શર્મા અને નૂર અહેમદે 2-2 અને રાશિદ ખાને 1 વિકેટ લીધી હતી. જવાબમાં ગુજરાતની ટીમે 19.1 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત માટે રાહુલ તેવટિયાએ 18 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 36 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેવટિયા ઉપરાંત કેપ્ટન શુભમન ગીલે 35 રન અને સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલે 3, લિયામ લિવિંગસ્ટોને 2, અર્શદીપ સિંહ અને સૈમ કરને 1-1 વિકેટ લીધી હતી.

હાલ ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલના રંગમાં રંગાઈ ચૂક્યાં છે. અગાઉ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલ, સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, લખનોના કેપ્ટ કે.એલ.રાહુલ અને દિલ્હીના કેપ્ટન પંથને પણ નિયમના ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવ્યો હતો.