શનિવારે સાંજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. IPL 2024ની 68મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 27 રનથી જીત મેળવી. આ રીતે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. જ્યારે ચેન્નઈની ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ક્વોલિફાઈ થઈ ગઈ છે.
પ્લેઓફમાં પહોંચવા માટે બેંગલુરુને આ મેચમાં ચેન્નાઈને ઓછામાં ઓછા 18 રનથી હરાવવું જરૂરી હતું. પ્રથમ બેટિંગ કરતા તેણે 218 રન બનાવ્યા હતા. આ પછી ચેન્નાઈ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. અહીં એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર ભાગીદારી કરી અને ટીમને લાયકાતની નજીક લાવી દીધી. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા, જેથી હાર છતાં તે ક્વોલિફાય કરી શકે. આ ઓવરનો પ્રથમ બોલ જ ચેન્નાઈને ભારે પડ્યો હતો. આજે ગુવાહાટીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે.