Site icon Revoi.in

IPL 2024: સ્લો ઓવર રેટ મામલે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને 12 લાખનો દંડ

Social Share

નવી દિલ્હીઃ હાલ સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓ માથે આઈપીએલનો રંગ લાગ્યો છે. દરમિયાન બુધવારે ગુજરાત અને રાજસ્થાનની ટીમ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સને પરાજ્ય થયો હતો. એટલું જ નહીં સ્લો ઓવર રેટ મામલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં અંતિમ ઓવરમાં ગુજરાતના બેસ્ટમેન રશીદ ખાને ફોર મારીને પોતાની ટીમને જીત અપાવી હતી. એક સમયે રાજસ્થાનની ટીમ સરળતાથી જીતી થશે લેવુ લાગતું હતું. જો કે, છેલ્લી બે ઓવરમાં આખી ગેમ બદલાઈ ગઈ હતી અને તીવેટીયા અને રશીદ ખાને ગુજરાતને જીત અપાવી હતી. રાજસ્થાનની ટીમ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ નક્કી કરેલા સમયની અંદર 20 ઓવર પુરી કરી શકી ન હતી. આ કારણે તેના છેલ્લી ઓવરમાં 4ના સ્થાને 5 ખેલાડીઓને 30 ગજની અંદર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને રૂ. 12 લાખનો દંડ ફટકાર્યો હતો.

અગાઉ ગુજરાત ટાયટન્સના કેપ્ટન શુભમન ગીલ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને પણ સ્લો ઓવર રેટને લઈને લાખોનો દંડ ફટકરાવવામાં આવ્યો હતો. આ યાદીમાં હવે સંજુ સેમસનનો પણ ઉમેરો થયો છે.