Site icon Revoi.in

IPL 2024: શશાંક સિંહને T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી

Social Share

નવી દિલ્હીઃ શશાંક સિંહએ આઈપીએલ 2024માં 42મી મેચમાં પંજાબ કિગ્સમાં જોરદાર બેટીંગ કરી હતી. શશાંક સિંહે આ બેટીંગ ઈડન ગાર્ડન્સમાં કેકેઆર સામે કરી હતી. શશાંકએ 28 બોલમાં 242.86ના સ્ટ્રાઈક રેટથી અણનમ 68 રન ફટકાર્યાં છે. જેમાં 2 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર શશાંકના સમર્થનમાં અનેક પોસ્ટ કરી છે. 262 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શશાંકએ ઝડપી બેટીંગ કરી હતી. તેને જોઈને હવે પ્રશંસકો માંગ કરી રહ્યાં છે કે, શશાંકને ટી20 વર્લ્ડકપમાં સ્થાન મળવું જોઈએ. આ અંગે અનેક પોસ્ટ શેર કરવામાં આવી છે. આગામી વર્લ્ડકપને લઈને બીસીસીઆઈ દ્વારા હજુ સુધી ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી નથી. ખેલાડીઓને પસંદગીને લઈને કવાયત કરવામાં આવી રહી છે.

આઈપીએલની હાલની સિઝનમાં શશાંક સિંહે 9 મેચમાં 182.64ના સ્ટ્રાઈક રેટ સાથે 263 રન બનાવ્યાં છે. એટલું જ આ સિઝનમાં તેણે બે અડધી સદી ફટકારી છે. શશાંકએ પોતાના બેટથી 19 ચોગ્ગા અને 18 સિક્સર ફટકારી છે. કોલકતા પહેલા શશાંકએ મુંબઈ સામે 41 રન બનાવ્યાં હતા. હૈદરાબાદ સામે તેણે અણનમ 46 રન બનાવ્યાં હતા. ગુજરાતની સામે 61 રન બનાવ્યાં હતા. જ્યારે બેંગ્લોરની સામે માત્ર 21 રન બનાવ્યાં હતા. KKR vs PBKS મેચમાં બેયરસ્ટોએ વિસ્ફોટર સદી ફટકારી હતી. તેમજ શશાંકએ પોતાના બેટની મદદથી રનનો વરસાદ કર્યો હતો. જેને લઈને જ્હોની બેયરસ્ટોએ શશાંકને સ્પેશિયલ પ્લેયર ગણાવ્યો હતો.