IPL 2024: ધીમી ઓવર રેટના કારણે શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ
બેંગ્લુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મંગળવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલે જણાવવામાં આવ્યું હતું કે, “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ સીઝનનો શુભમન ગિલની ટીમનો પ્રથમ ગુનો હતો, તેથી કેપ્ટનને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.” આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગુજરાત ટાઇટન્સે તેની 20મી ઓવરની બોલિંગ સમયસર શરૂ કરી ન હતી. આ જ કારણ છે કે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024ની સાતમી મેચમાં ગુજરાત ટાઈટંસને 63 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યાં હતા. 207 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ઋુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠલની ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે ટોપ ઉપર પહોંચી છે. સીએસકેની આગામી મેચ 31મી માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ સાથે વિશાખાપટ્ટનમાં છે. જ્યારે ગુજરાતની આગામી મેચ 31મી માર્ચના રોજ અમદાવાદમાં હૈદરાબાદ સામે છે.