IPL 2025: કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર્સ વચ્ચે શું તફાવત છે? જાણો
આઈપીએલ 2025ની તૈયારીઓ બીસીસીઆઈ અને વિવિધ ફ્રેન્ચાઈઝ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આઈપીએલમાં મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓ રમતા જોવા મળે છે. આઈપીએલમાં કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓ રમતા જોવા મળે છે ત્યારે આપણને સવાલ થાય કે કેપ્ટ અને અનકેપ્ટ ખેલાડીઓ વચ્ચે શું તફાવત હોય છે. પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ક્રિકેટરોને કેપ્ડ પ્લેયર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી કેપ્ડ પ્લેયર છે. જો કોઈ ખેલાડીએ તેના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ ન રમી હોય તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આયુષ બદોની અને નેહલ વાઢેરા અનકેપ્ડ ખેલાડીઓ છે.
હવે IPL મેગા ઓક્શન 2025 પહેલા BCCIએ નવો નિયમ લાગુ કર્યો છે. આ નવા નિયમ અનુસાર, જો કોઈ ભારતીય ખેલાડીએ છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમ્યું હોય અથવા તેનો BCCI સાથે કેન્દ્રીય કરાર ન હોય તો તેને પણ અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ રીતે મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટર IPLમાં અનકેપ્ડ પ્લેયર્સની શ્રેણીમાં આવશે. આ વખતે IPL મેગા ઓક્શન પહેલા ટીમો 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાં 1 અનકેપ્ડ પ્લેયર હોવો જરૂરી છે. જો કે, જો કોઈ ટીમ 6ને બદલે માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખે છે, તો તેની પાસે હરાજીમાં 3 RTM (રાઈટ ટુ મેચ કાર્ડ્સ) હશે. તે ટીમ હરાજીમાં તેના 3 ખેલાડીઓ પર RTM નો ઉપયોગ કરી શકે છે