Site icon Revoi.in

IPL: આ દિવસે 991 ખેલાડીઓની થશે હરાજી,14 દેશોના ક્રિકેટરો થશે સામેલ

Social Share

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ વાગી ગયું છે.આ વખતે મિની ઓક્શન માટે 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે.ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ જાણકારી આપી છે.આ નિવેદનમાં સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે,આ વખતે મિની ઓક્શનમાં 87 ખેલાડીઓની બોલી લાગી શકે છે.જેમાંથી વિદેશી ખેલાડીઓની સંખ્યા 30 હશે.

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું, ‘જો ફ્રેન્ચાઇઝીઓને આગામી સિઝનમાં તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવે તો મિની ઓક્શનમાં કુલ 87 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.જેમાં 30 વિદેશી ખેલાડીઓ સામેલ થશે.અત્યાર સુધી દરેક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખવાની છૂટ છે.તેમાં વધુમાં વધુ 8 વિદેશી રહી શકશે.

આ મિની ઓક્શનમાં 277 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે.આ તમામ ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 57 ક્રિકેટરો સામેલ થશે.આ પછી દક્ષિણ આફ્રિકાના 52 ખેલાડીઓ હશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના 33, ઈંગ્લેન્ડના 31, ન્યુઝીલેન્ડના 27, શ્રીલંકાના 23, અફઘાનિસ્તાનના 14, આયર્લેન્ડના 8, નેધરલેન્ડના 7, બાંગ્લાદેશના 6, યુએઈના 6, ઝિમ્બાબ્વેના 6, નામીબિયાના 5 અને સ્કોટલેન્ડથી 2 ખેલાડીનો સમાવેશ થાય છે.

આ હરાજીમાં 786 અનકેપ્ડ ખેલાડીઓ હશે મિની હરાજીમાં સામેલ કુલ ખેલાડીઓમાંથી 185 કેપ્ડ અને 786 અનકેપ્ડ ખેલાડીઓ હશે.જ્યારે એસોસિયેટ દેશોના 20 ખેલાડીઓ છે.આ યાદીમાં 604 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ છે, જેમાંથી 91 પહેલા IPLનો ભાગ રહી ચૂક્યા છે.