IPL 2025ની મેગા ઓક્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેગા ઓક્શનનું સ્થળ અને તારીખ લગભગ ફાઈનલ છે. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગત વખતની જેમ આ વખતે પણ હરાજી વિદેશમાં થશે. IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં યોજાઈ શકે છે. આ વખતે નવેમ્બરમાં મેગા ઓક્શન યોજાશે. તેની તારીખ પણ લગભગ નક્કી છે.
IPL 2025ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે યોજાઈ શકે છે.
મેગા ઓક્શનમાં સૌથી વધુ પૈસા પંજાબ કિંગ્સ પાસે હશે. તેણે ખેલાડીઓને જાળવી રાખવા માટે માત્ર 9.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેની પાસે હજુ 110.5 કરોડ રૂપિયા બાકી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પર્સમાં પણ ઘણા પૈસા છે. તેણે ખેલાડીઓને જાળવી રાખવા માટે 37 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 83 કરોડ રૂપિયા હજુ પણ ઉપલબ્ધ છે. દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં રૂ. 73 કરોડ ઉપલબ્ધ છે. તેણે ખેલાડીઓને જાળવી રાખવામાં 47 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દિલ્હીએ ઋષભ પંતને રિલીઝ કરી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે માત્ર 45 કરોડ રૂપિયા છે. તેણે ખેલાડીઓને જાળવી રાખવા માટે 75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈસ દ્વારા આઈપીએલ 2025ની તૈયારીઓ અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં આઈપીએલના પ્રશંસકો પણ કયો ખેલાડી કંઈ ટીમ કેટલા પૈસા ખર્ચીને ખરીદે છે તે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.