અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની આજે સેમિફાયનલ અને રવિવારે ફાયનલ રમાશે. જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ખાસ કરીને સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય અને કોઈ ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઇ અમદાવાદ ટ્રાફિક વિભાગે ખાસ આયોજન કર્યું છે. જે માટે કેટલાક વિસ્તારમાં રૂટ પર પ્રતિબંધ તો ક્યાંક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં પ્રીમિયર લીગની સેમિફાનલ આજે રમાય રહી છે. જ્યારે ફાઈનલ પણ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મેને રવિવારે યોજાશે. ટ્રાફિક વિભાગ વેસ્ટ ઝોનના સૂત્રોએ જણાવ્યું છે. કે, સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 26મીએ બપોરે 2:00 વાગ્યાથી 27મી મેના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેવી જ રીતે 28મી મેના રોજ ફાઈનલ મેચ માટે પણ બપોરે 2 વાગ્યાથી 29 મીના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબધ રહેશે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોએ અવરજવર માટે તપોવન સર્કલથી ONGC થઈ વિસતથી પાવર હાઉસ સુધીનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકશે. તેમજ કૃપા રેસીડેન્સીથી ભાટ એપોલો સર્કલ વાળો વૈકલ્પિક રૂટ પર પણ અવર જવર કરી શકાશે. આ ઉપરાંત જે લોકો મેટ્રો, BRTS અને AMTSથી આવશે, તેના માટે પણ સમયની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. તેમજ પાર્કિંગ વ્યવસ્થા માટે સ્ટેડિયમ આસપાસ 17 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઇ છે જે બુક માય પાર્કિંગથી બુક કરાવી શકાશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL ની સેમિફાઇનલ મેચ યોજવવાની છે જ્યારે 28 મે એ ફાઇનલ મેચ યોજાશે. આ બંને મેચમાં લોકોનો ખૂબ ઘસારો પણ રહેશે. જેથી લોકોને મુશ્કેલી ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.26 અને 28 મે ના રોજ બપોરના 2 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે, લોકો માત્ર ચાલતા જ આ રસ્તેથી જઇ શકશે.વૈકલ્પિક માર્ગમાં જનપથથી વિસત થઈONGC સર્કલ તરફ જઈ શકાશે. પાર્કિંગની સમસ્યા ના રહે તે માટે શૉ માય પાર્કિંગ એપ્લિકેશન પર પણ અગાઉથી પાર્કિંગ બુક કરી શકાશે.17 જેટલા પાર્કિંગ પ્લોટ બુક કરવામાં આવ્યા છે.આ ઉપરાંત મેટ્રો, BRTS અને AMTS ની સેવા પણ વધારવામાં આવી છે.રાતે 2 વાગ્યા સુધી તમામ સેવા મળી રહેશે.પોલીસ દ્વારા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત આડેધડ વાહન પાર્ક કરનાર ચાલકોને વાહન પણ ટોઇંગ કરવામાં આવશે. (FILE PHOTO)