રાજસ્થાન કેડરના આઈપીએસ ડીસી જૈન ને નિવૃત્તિ પહેલા CBI સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા
દિલ્હી – કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશના એડિશનલ ડાયરેક્ટર ડીસી જૈનને સીબીઆઇમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાના કર્મચારી અને તાલીમ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
રાજસ્થાન કેડરના 1991 બેચના આઈપીએસ અધિકારી ડીસી જૈનને હવે કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈમાં વિશેષ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જૈન સપ્ટેમ્બર 2020થી સીબીઆઈમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે.
કેબિનેટની નિમણૂક સમિતિએ બુધવારે કર્મચારી અને તાલીમ મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જૈન આગામી આદેશ સુધી આ પદ પર રહેશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા જૈન સીબીઆઈમાં મુંબઈ ઝોનના જોઈન્ટ ડાયરેક્ટર, ડીઆઈજી, એસપી પણ રહી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનમાં એડીજીપી હેડક્વાર્ટર, એડીજીપી વિજિલન્સ, આઈજી જયપુર રેન્જ, આઈજી એન્ટી કરપ્શન બ્યુરો, આઈજી જોધપુર રેન્જ, આઈજી જયપુર એન્ટી કરપ્શન બ્યુરો ઉપરાંત કોટા સિટી, ઝાલાવાડ, બુંદી, સીઆઈડી અને એસીબીમાં પણ એસપી રહી ચુક્યા છે.
તેમની નિમણૂકની બાબતને લઈને એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IPS અધિકારીને 31 ઓક્ટોબરના રોજ તેમની નિવૃત્તિની તારીખ સુધી અથવા આગળના આદેશો સુધીના સમયગાળા માટે વધારાના ડિરેક્ટર, CBIના પદ પરથી અસ્થાયી રૂપે સ્પેશિયલ ડાયરેક્ટર, CBIના પદ પર બઢતી આપવામાં આવી છે.
રાજસ્થાન કેડરના 1991 બેચના IPS અધિકારી જૈન હાલમાં CBIના એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ 31 ઓક્ટોબર, 2023ના રોજ નિવૃત્ત થવાના હતા. જો કે, હવે તેના પ્રમોશન સાથે એવી અટકળો છે કે તે લાંબા સમય સુધી સેવા આપી શકે છે.