Site icon Revoi.in

IPS ડી જી વણઝારાએ ભય અને ભ્રષ્ટાચાર સામે લડવા પ્રજા વિજય પક્ષની જાહેરાત કરી

Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. દર વખતની જેમ આ વખતે પણ અનેક નાના પક્ષો ફુટી નિકળ્યા છે. ત્યારે વધુ એક પક્ષની રચના થઈ છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ પોતાના પક્ષની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ “પ્રજા વિજય પક્ષ”ની જાહેરાત કરી છે. ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે નવા પક્ષની સ્થાપના કરી છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ ધાર્મિક-સામાજિક આગેવાનોને સાથે રાખીને નવા પક્ષની જાહેરાત કરી છે.  નિવૃત આઈપીએસ અધિકારી ડીજી વણઝારા એક સમયે સરકારના ખાસ માનીતા અધિકારી ગણાતા હતા. ત્યારે તેમણે જ રાજકીય પક્ષની સ્થાપના કરતા રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે.

ડીજી વણઝારાએ જણાવ્યું હતું  કે  નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના કરી છે. પ્રજા વિજય  નામના પક્ષની રચના લોકોની સેવા કરી છે. દરમિયાન તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી “નિર્ભય પ્રજારાજ” ની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ”ની વિધિવત કરી છે.

અગાઉ ડીજી વણઝારાએ ટ્વીટ કર્યુ હતુ કે 182 વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી આડે માત્ર 30 દિવસ પણ બાકી રહ્યા નથી, ત્યારે રાજકીય પક્ષો તડતોડ મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે આજે એક નવો રાજકીય પક્ષ મેદાને આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પસંદગી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે જ પ્રજા વિજય નામના નવા પક્ષની રચના કરવામાં આવી છે.