રેલ્વે સુરક્ષા દળનું પ્રમુખ પદ સંભાળશે IPS મનોજ યાદવ, 31 જુલાઈ ના રોજ સંજય ચંદર થશે નિવૃત્ત
દિલ્હીઃ- જાણીતા આઈપીએસ અધિકારી એવા મનોજ યાદવને નવી જવાબદારી સોંપવામાં આવી છે જાણકારી અનુસાર કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ હવે તેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જો મનોજ યાદવ વિશએ વાત કરીએ તો તેઓ હરિયાણા કેડરના 1988-બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે અને તેઓ હવે સંજય ચંદરનું સ્થાન લેશે જેઓ 31 જુલાઈના રોજ પોતાના કાર્યકારમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) એ યાદવને 31 જુલાઈ, 2025 ના રોજ તેમની નિવૃત્તિ સુધી ડાયરેક્ટર જનરલ, આરપીએફના પદ પર નિમણૂકને મંજૂરી આપી છે.
આ સહીત અન્ય એક આદેશ અનુસાર, ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર શફી અહસાન રિઝવીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ACC એ રાજેશ પ્રધાનની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે તેમનો ચાર્જ સંભાળ્યાની તારીખથી 30 જાન્યુઆરી, 2027 ના તેમના મંજૂર ડેપ્યુટેશન કાર્યકાળ સુધી પ્રતિનિયુક્તિના આધારે નિમણૂકને પણ મંજૂરી આપી છે.પ્રધાન, મહારાષ્ટ્ર કેડરના 2003 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી, હાલમાં CBIમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ છે.