ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓ પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. પણ ગુરાત વિધાનસભાની ચૂંટણીને લીધે સરકારે કોઈ નિર્ણય કર્યો નહતો. હવે રાજ્ય સરકારે આજે આઈપીએસ અધિકારીઓને બઢતીના ઓર્ડર કર્યા છે. જેમાં 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે. આ સાથે જ 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરાયો છે. જેમાં રાજકોટ રૂરલના એસપી જયપાલસિંહ રાઠોડ, ભરૂચના એસપી ડો. લીના માધવરાવ પાટિલ, વેસ્ટર્ન રેલવે અમદાવાદના એસપી શ્વેતા શ્રીમાળી, તથા સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંઘીનગરના એસપી નિર્લિપ્તરાય, ગાંધીનગર જિલ્લાના એસપી દીપકકૂમાર મેઘાણી, અને કચ્છ પૂર્વના એસપી મહેન્દ્ર બગરિયા, તેમજ અમદાવાદના એસપી (ઓપરેશન) સુનિલ જોશીનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. 2010 ની બેચના આઈએએસ સાત અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે. જ્યારે 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે. આ સાથે જ 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં પણ સુધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા IPS અધિકારીઓને પસંદગી ગ્રેડ આપ્યું છે. તેમજ કેટલાક IPS અધિકારીને ઇન-સી ટુ બઢતી આપવામાં આવી છે. 2010 ની બેચના ips સાત અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે. જેમાં રાજકોટ રૂરલના એસપી જયપાલસિંહ રાઠોડ, ભરૂચના એસપી ડો. લીના માધવરાવ પાટિલ, વેસ્ટર્ન રેલવે અમદાવાદના એસપી શ્વેતા શ્રીમાળી, તથા સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંઘીનગરના એસપી નિર્લિપ્તરાય, ગાંધીનગર જિલ્લાના એસપી દીપકકૂમાર મેઘાણી, અને કચ્છ પૂર્વના એસપી મહેન્દ્ર બગરિયા, તેમજ અમદાવાદના એસપી (ઓપરેશન) સુનિલ જોશીનો સમાવેશ થાય છે.