Site icon Revoi.in

IPS રવિ સિન્હા બન્યા ગુપ્તચર એજન્સી રો ના ચીફ,30 જૂને સંભાળશે ચાર્જ

Social Share

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાની દેશની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના નવા ચીફ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. રવિ સિન્હા સામંત કુમાર ગોયલનું સ્થાન લેશે, જેમનો આરએડબલ્યુ ચીફ તરીકેનો કાર્યકાળ 30 જૂને પૂરો થાય છે. રવિ સિન્હાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. રવિ સિન્હા હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિન્હાના નામને મંજૂરી આપી દીધી છે.

વરિષ્ઠ IPS અધિકારી રવિ સિંહાને સોમવારે ભારતની ગુપ્તચર એજન્સી RAW ના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી, એમ કર્મચારી મંત્રાલયના આદેશમાં જણાવાયું છે.

માહિતી અનુસાર, છત્તીસગઢ કેડરના 1988 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સિંહા હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે કામ કરી રહ્યા છે.

મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ બે વર્ષના કાર્યકાળ માટે RAWના નવા વડા તરીકે સિંહાની નિમણૂકને મંજૂરી આપી છે.

રવિ સિન્હા છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. રવિ સિન્હા પહેલા RAW ચીફ તરીકે સામંત ગોયલનો કાર્યકાળ ઘણી સિદ્ધિઓથી ભરેલો હતો. સામંત ગોયલ RAW ચીફ હતા કે તરત જ પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી.