ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા IPS વિજય કુમાર – સીએમ યોગીનો આદેશ
- IPS વિજય કુમાર ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા
- મુખ્યમંત્રી યોગીએ આદેશ આપ્યો
લખનૌઃ – ઉત્તરપ્રદેશના નવા કાર્યકારી DGP તરીકે 1988 બેચના આઈપીએસ એવા વિજય કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ DG વિજિલન્સ, DG CBCID સાથે કાર્યકારી DGPનો વધારાનો હવાલો સંભાળતા જોવા મળશે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યા છે.
ચર્ચા હતી કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડીજી સીબીડી વિજય કુમારને કાર્યકારી ડીજીપી બનાવવામાં આવી શકે છે. રાજ્યના નવા પોલીસ વડાના પદ માટે ડીજી કોઓપરેટિવ સેલ આનંદ કુમાર અને વિજય કુમારમાંથી કોઈ એકની પસંદગી થવાની હતી. આજે મુખ્યમંત્રી યોગીએ IPS વિજય કુમારના નામ પર મહોર લગાવી દીધી છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક વર્ષથી કાર્યકારી ડીજીપીની મદદથી પોતાનું કામ ચલાવવું પડે છે. 11 મે વર્ષ 2022 ના રોજ, પૂર્ણ-સમયના ડીજીપી મુકુલ ગોયલને અચાનક દૂર કરવામાં આવ્યા હતા. આ પછી ડીજી ઈન્ટેલિજન્સ ડીએસ ચૌહાણને કાર્યકારી ડીજીપી બનાવવામાં આવ્યા હતા. ડીજી પોલીસ ભરતી બોર્ડ આરકે વિશ્વકર્માને 31 માર્ચ 2023ના રોજ ડીએસ ચૌહાણની નિવૃત્તિ બાદ કાર્યકારી ડીજીપી બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાર્યકારી ડીજીપી આરકે વિશ્વકર્મા 30 મેના રોજ નિવૃત્ત થયા હતા. તેમની પહેલા ડીએસ ચૌહાણને પણ કાર્યકારી ડીજીપી બનાવવામાં આવ્યા હતા.ત્યારે હવે IPS વિજય કુમાર ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા છે.