- ભારતીયોને પોતાની સરકારમામ છે વધુ વિશ્વાસ
- એક રિપોર્ટમાં કરાયો દાવો
- કેનેડા.યુએસ જેવા દેશોને પણ પાછળ પછાડ્યા
જ્યારે મોટાભાગના દેશોમાં લોકો તેમની સરકાર પર શંકા કરે છે, ભારતીયોને તેમની સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. આ બાબતમાં આપણે યુએસએ, યુકે, કેનેડા અને જાપાન જેવા વિકસિત દેશોને પણ ઘણા પાછળ પછાડી દીધા છે. ફ્રેન્ચ માર્કેટ રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મ Ipsos દ્વારા તેના ગ્લોબલ રિલાયબિલિટી મોનિટરિંગ રિપોર્ટમાં આ દાવા કરવામાં આવ્યા છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારમાં અવિશ્વાસ એ નવી ઘટના નથી, પરંતુ તે અનિશ્ચિત સમયમાં શાસક પક્ષોને પડકારવા અને અસ્થિર કરવા માટે આંદોલનો બનાવે છે. તેથી જ સરકાર અને સરકારી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ માપવામાં આવે છે
આ સર્વેમાં 25 જૂનથી 9 જુલાઈ, 2021 વચ્ચે 27 દેશોના 20 હજાર લોકોના ઓનલાઈન ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં 16 થી 75 વર્ષની વયજૂથના લોકોએ ભાગ લીધો હતો.
રિપોર્ટમાં ચીનના મીડિયા, કોર્પોરેશનો પર ભરોસો હોવાના આંકડાઓ તો છે, પરંતુ સરકાર અને યોજનાઓમાં વિશ્વાસની માહિતી છુપાવવામાં આવી છે. આ ચીન સરકારનું દબાણ હોવાનું માનવામાં આવે છે.જેથી ચીન પણ આ મમાલે પછડાયું છે.
આ રિપોર્ટ પ્રમાણે 48 ટકા ભારતીયો તેમની સરકારને વિશ્વસનીય માને છે તે વિશ્વમાં સૌથી વધુ છે અને વૈશ્વિક સરેરાશ 20 ટકા કરતાં લગભગ અઢી ગણું છે.તો બીજી તરફ 47 ટકા ભારતીયોને મીડિયામાં વિશ્વાસ છે,આ સાથે જ 24 ટકાની વૈશ્વિક સરેરાશ કરતાં બમણાથી તે વધુ છે. માત્ર ચીન અને સાઉદી અરેબિયા ભારતથી ઉપર છે.
બીજી તરફ 47 ટકા લોકોએ ફાર્મા કંપનીઓને વિશ્વસનીય ગણાવી હતી.42 ટકા લોકોએ ઓઇલ અને ગેસ કંપનીઓને વિશ્વસનીય ગણાવી હતી.48 ટકા લોકો ઓટો કંપનીઓને વિશ્વસનીય માને છે.
જૂદા-જૂદા દેશોનો સરકાર પર વિશ્વાસ
સરકારમાં વિશ્વાસ: ભારતીયો માટે સૌથી વધુ 10 પોઈન્ટ. જર્મની, નેધરલેન્ડ અને મલેશિયા શૂન્યની નજીક રહ્યા હતા.
માઈનસ 50થી નીચે: કોલંબિયા, દક્ષિણ, આફ્રિકા, ચિલી, આર્જેન્ટિના.
માઈનસ 20 થી માઈનસ 40 ની વચ્ચે: અમેરિકા, ફ્રાન્સ, જાપાન, યુકે, કેનેડા, તુર્કી, રશિયા.
સરકારી સેવાઓમાં વિશ્વાસઃ જાપાન, મલેશિયા અને કેનેડા પછી ભારતીયો ચોથા ક્રમે છે. મોટાભાગના દેશોના નાગરિકોએ સરકાર કરતાં સરકારી યોજનાઓમાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.